Monday, December 6, 2021
Homeગુસ્સામાં ‘બૂટ કાંડ’ તો કરી નાખ્યો… હવે ભરાસે, બીજેપી કરશે આ કાર્યવાહી
Array

ગુસ્સામાં ‘બૂટ કાંડ’ તો કરી નાખ્યો… હવે ભરાસે, બીજેપી કરશે આ કાર્યવાહી

યૂપીના ખલીલાબાદથી બીજેપીના સાંસદ શરદ ત્રિપાઠી અને મેન્હદાવલથી બીજેપી ધારાસભ્ય રાકેશ સિંહ બધેલ વચ્ચે બુધવારે જે મારપીટ થઈ ત્યાંર બાદ ધારાસભ્ય રાકેશ સિંહ બઘેલ પોતાના સમર્થકોની સાથે સાંસદ શરદ ત્રિપાઠી પર કાર્યવાહી કરવાની માંગને લઈને ધરણા પર બેસી ગયા છે. આ વચ્ચે વિધાયક અને સાંસદને બીજેપી હાઈકમાને લખનઉ બોલાવ્યા છે.

આ વચ્ચે બુધવારે આખી રાત સંતકબીરનગર જિલ્લા મુખ્યાલયનો માહોલ ખૂબ તણાવ ભરેલો રહ્યો. ધારાસભ્ય સમર્થક આખી રાત શરદ ત્રિપાઠીના વિરુદ્ધ અમર્યાદિત ભાષાનો ઉપયોગ કરતા નારા લગાવતા રહ્યા. જિલ્લા પ્રશાસને શરદ ત્રિપાઠીને કલેક્ટ્રેટના રૂમમાં બેસાડ્યા. રાતે ધારાસભ્ય સમર્થકોએ શરદ ત્રિપાઠીના રૂમમાં ઘુસવાનો પણ પ્રયત્ન કર્યો અને તોડફોડ કરી. પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે પોલીસે ધારાસભ્યના સમર્થકો પર લાઠીચાર્જ પણ કર્યો. ઘણા સમર્થક ઘાયલ પણ જણાવવામાં આવી રહ્યા છે.

ગુરુવારે પણ પરિસ્થિતિ ગંભીર છે. ધારાસભ્ય રાકેશ સિંહ બધેલ લાઠીચાર્જના વિરોધમાં ધરણા પર બેસી ગયા છે. તેમણે લાઠીચાર્જ કરવા વાળા પોલીસ ઓફિસર પર કાર્યવાહીની સાથે સાંસદ શરદ ત્રિપાઠી વિરુદ્ધ પણ કાર્યવાહીની માંગ કરી છે.

લખનઉ બોલાવવામાં આવ્યા સાંસદ-ધારાસભ્ય

શરદ ત્રિપાઠી અને રાકેશ સિંહ બધેલની વચ્ચે થયેલી મારપીટના મામલે બીજેપી પ્રદેશ અધ્યક્ષ મહેન્દ્ર નાથ પાંડેએ સંતકબીર નગરમાં મારપીટની ઘટનાને અશોભનીય અને અમર્યાદિત આચરણ ગણાવ્યું છે. તેમણે મામલાને ગંભીરતાથી લઈને બન્નેને લખનઉ બોલાવ્યા છે.

બન્ને પર થઈ શકે છે કાર્યવાહી

સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટી હાઈકમાન ધારાસભ્ય અને સાંસદ પર કાર્યવાહી કરી શકે છે. બીજેપીમા સ્થાનિક નેતાઓ પાસેથી રિપોર્ટ લેવામાં આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે બન્નેની પાર્ટી ટીકિટ પણ લઈ લેવામાં આવી શકે છે. આ ઉપરાંત બંને નેતાઓને સસ્પેન્ડ કરવામાં આવે તેવી સંભાવના પણ છે.

મહત્વનું છે કે, ઉત્તર પ્રદેશના સંત કબીરનગરના ભારતીય જનતા પાર્ટીના સાંસદ શરદ ત્રિપાઠીએ પોતાની જ પાર્ટીના ધારાસભ્ય રાકેશ બઘેલની બુટથી પીટાઈ કરી નાખી. સાથે જ કહ્યું કે, જો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તેમનો પક્ષ રાખવા દેશે તો તેઓ અચૂક પક્ષ રાખશે. એક કાર્યક્રમમાં ભાજપના સાંસદ શરદ ત્રિપાઠી અને વિધાયક રાકેશ બઘેલ વચ્ચે મારપીટ થઈ ગઈ હતી. બીજેપીના સાંસદ શરદ ત્રિપાઠીએ પોતાની પાર્ટીના જ ધારાસભ્ય રાકેશ બઘેલની બુટ દ્રારા બુરી રીતે પીટાઈ કરી, આ કાર્યક્રમ સંત કબીરનગરના જિલ્લા અધિકારી અને યોગી સરકારના મંત્રી આશુતોષ ટંડનની હાજરીમાં થયો.

બંન્ને પાર્ટીના નેતાઓ વચ્ચે મારપીટ થઈ અને તેનો વીડિયો સામે આવ્યો તો સાંસદ ત્રિપાઠીએ ખૂબ જ દુખ વ્યક્ત કર્યું. એમણે કહ્યું કે, હું આ ઘટના પર દુખ વ્યક્ત કરું છું. જેને લઈને હું ખૂબ જ ખરાબ અનુભવી રહ્યો છું. તે મારા સામાન્ય વ્યવહારની વિરૂદ્ધ હતા.

જણાવવામાં આવી રહ્યું છે કે ત્યાં સાંસદ મહોદયનું નામ નહોતું. જે વાતને લઈ શરદ ત્રિપાઠી અને રાકેશ બઘેલ વચ્ચે દંગલ થઈ ગયું. જે ઘટનાને લઈ મારપીટ શરૂ થઈ ગઈ. તાત્કાલિક ધોરણે શરદ ત્રિપાઠીએ પોતાનું બુટ ઉતારી બેરહેમી પૂર્વક રાકેશ બઘેલ પર વરસાવવા લાગ્યા. આટલી સામાન્ય વાતને લઈને થયેલી મારપીટના કારણે ત્યાં હાજર તમામ લોકો દંગ રહી ગયા.

બીજેપીના ધારાસભ્યએ શરદ ત્રિપાઠી પર પ્રહાર કરતા કહ્યું કે, લોકસભાની ચૂંટણી આવી રહી છે અને કાર્યકર્તા સાથે જ જનતા તેમની સાથે નથી. જેનો ગુસ્સો તે અમારા પર ઉતારી રહ્યા છે. બીજેપીના ધારાસભ્યએ વધુમાં કહ્યું કે, જિલ્લા યોજનાની બેઠકમાં લોકતંત્ર તાર તાર થઈ ગયું છે. સાંસદ વિરૂદ્ધ કાર્યવાહી કરવા પર રાકેશ બઘેલે કહ્યું કે, તેઓ જે કાર્યવાહી કરવાની થશે તે કરશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments