Saturday, September 25, 2021
Homeગૂગલ ઈન્ડિયાના હેડ રાજન આનંદનનું રાજીનામું,
Array

ગૂગલ ઈન્ડિયાના હેડ રાજન આનંદનનું રાજીનામું,

બેંગલુરુઃ ગૂગલના સાઉથ ઈસ્ટ એશિયા અને ઈન્ડિયાના વાઈસ પ્રેસિડેન્ટ રાજન આનંદને રાજીનામું આપ્યું છે, તેઓ આ મહીનાના અંતમાં કંપની છોડી દેશે. ગૂગલ એશિયા પેસિફિકના પ્રેસિડેન્ટ સ્કોટ બેયોમોન્ટે મંગળવારે આ માહિતી આપી છે.

રાજન સિક્યોઈયા કેપિટલ સાથે જોડાશે: ગૂગલ છોડ્યા બાદ રાજન વેન્ચર ફન્ડ કંપની સિક્યોઈયા કેપિટલ જોઈન કરશે. આ ફર્મના મેનેજિંગ ડાયરેક્ટર શૈલેન્દ્ર સિંહેએ લિંક્ડ-ઈન પોસ્ટમાં કહ્યું છે કે રાજન લીડરશીપ ટીમનો હિસ્સો બનશે. રાજનનું ઘણી સ્ટાર્ટઅપ કંપનીઓમાં રોકાણ પણ છે.

8 વર્ષથી ગૂગલમાં હતાઃ રાજન 8 વર્ષથી ગૂગલમાં હતા. અગાઉ 2010 સુધી તે માઈક્રોસોફટની સાથે જોડાયેલા હતા. ગૂગલમાંથી તેમણે કયા કારણોસર રાજીનામું આપ્યું તે જાણવા મળ્યું નથી. ગૂગલના કન્ટ્રી ડાયરેક્ટર સેલ્સ વિકાસ અગ્નિહોત્રી, રાજનની જગ્યાએ ગૂગલ ઈન્ડિયાના ઈન્ટરિમ હેડ બનશે.

રાજન ડેલ અને મૈકેંજીની સાથે પણ કામ કરી ચૂક્યો છે. 2017માં તે ઈન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિએસન ઓફ ઈન્ડિયાના ચેરમેન બની ચૂક્યા હતા. 2016માં તે કેપિલરી ટેક્નોલોજીના બોર્ડમાં પણ સામેલ થયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments