ગૃહમંત્રીએ ઘાયલ સૈનિકના પિતાની સલાહવાળો વીડિયો શેર કર્યો, કહ્યું- રાહુલે ગંદુ રાજકારણ બંધ કરવું જોઈએ

0
4
ગૃહમંત્રી અમિત શાહે ઘાયલ સૈનિકોના પિતાનો સલાહ આપતો વીડિયો શેર કર્યો હતો. જેમાં પિતા કહી રહ્યા છે કે ભારતીય સેના ચીનને હરાવી શકે છે, રાહુલ ગાંધી તમે નેતાગીરિ ના કરશો. શાહે પણ પોતાની તરફથી કહ્યું કે, રાહુલે ગંદુ રાજકારણ બંધ કરવું જોઈએ

  • રાહુલે શુક્રવારે કહ્યું હતું કે, ગલવાનમાં ચીનનો હુમલો કાવતરુ, સરકાર ઊંઘમાં હતી, તેને સમસ્યાને સમજી ન નહી
  • રાહુલે ગુરુવારે પણ સરકાર પર સવાલ કર્યા, કહ્યું કે, આપણા જવાનોને હથિયાર વગર શહીદ થવા કેમ મોકલી દીધા?

લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીનની હિંસક અથડામણ અંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સરકાર પર સતત નિશાન સાધી રહ્યા છે. શનિવારે સતત ચોથા દિવસે રાહુલે ટ્વિટ કર્યું કે, ચીનના આક્રમણ આગળ વડાપ્રધાને સરેન્ડર કરી દીધું.

રાહુલે એવું પણ પુછ્યું કે, જો એ જમીન ચીનની હતી તો ભારતના સૈનિક શહીદ કેમ થયા અને કઈ જગ્યાએ શહીદ થયા?

ગૃહમંત્રી અમિત શાહે ઘાયલ સૈનિકોના પિતાનો સલાહ આપતો વીડિયો શેર કર્યો હતો. જેમાં પિતા કહી રહ્યા છે કે ભારતીય સેના ચીનને હરાવી શકે છે, રાહુલ ગાંધી તમે નેતાગીરિ ના કરશો. શાહે પણ પોતાની તરફથી કહ્યું કે, રાહુલે ગંદુ રાજકારણ બંધ કરવું જોઈએ

શુક્રવારે ભારત-ચીન અથડામણના મુદ્દે રાહુલે સતત ત્રીજી વખત સરકારને આડે હાથે લીધી છે. ચીન મુદ્દે ઓલ પાર્ટી મીટિંગ પહેલા રાહુલે 3 વાતો કહી હતી..

1. ગલવાનમાં ચીનનો હુમલો એક કાવતરું
2. સરકાર ગાઢ નિંદ્રામાં હતી, તેને સમસ્યાને સમજવાનો પ્રયાસ ન કર્યો
3. શહીદ થયેલા જવાનોએ તેની કિંમત ચુકવી
રાહુલે ગુરુવારે પણ સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, આપણા જવાનોને હથિયાર વગર શહીદ થવા માટે કેમ મોકલી દીધા? આ માટે કોણ જવાબદાર છે?