Thursday, August 5, 2021
No menu items!
Home'ગેમ્સ ઓફ થ્રોન્સ'ના છેલ્લા એપિસોડ બાદ અઢી કલાકની ડોક્યુમેન્ટરી ફિલ્મ રિલીઝ થશે
Array

‘ગેમ્સ ઓફ થ્રોન્સ’ના છેલ્લા એપિસોડ બાદ અઢી કલાકની ડોક્યુમેન્ટરી ફિલ્મ રિલીઝ થશે

હોલિવૂડ ડેસ્ક: HBO પર આવતી વિશ્વની સૌથી લોકપ્રિય ફેન્ટસી સિરિયલ ‘ગેમ્સ ઓફ થ્રોન્સ’ની આઠમી અને છેલ્લી સીઝન 14 એપ્રિલથી શરૂ થઇ રહી છે. તેનો છેલ્લો એપિસોડ 19 મેના રિલીઝ થવાનો છે. આ પોપ્યુલર સીરિયલ પૂરી થવાની છે એ સમાચારથી ઓલરેડી તેના ચાહકો દુઃખી દુઃખી છે. પરંતુ આ સિરીઝના ફેન્સ માટે એક અત્યંત સારા સમાચાર છે. સિરીઝના છેલ્લા એપિસોડ પછી પણ તમને સિરીઝ સાથે જોડાયેલા રાખવા માટે HBO પર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ રિલીઝ થવાની છે. આ ડોક્યુમેન્ટરીનું નામ ‘ગેમ્સ ઓફ થ્રોન્સ: ધ લાસ્ટ વોચ’ છે. તેમાં સિરીઝનું મેકિંગ વિશે, તેના અફલાતૂન સેટ્સ, હવે જે ટૂરિસ્ટ ડેસ્ટિનેશન બની ગયાં છે તેવાં આ સીરિયલનાં અદભુત લોકેશન્સ, સિરીયલનાં શૂટિંગ દરમિયાન કેવા પડકારોનો સામનો કરવો પડ્યો વગેરે ઇન્ટરેસ્ટિંગ માહિતી આપવામાં આવશે. ડોક્યુમેન્ટરી આખરી એપિસોડ રિલીઝ થયાનાં એક અઠવાડિયાં બાદ 26 મેના રોજ રિલીઝ થશે. આ આખી ડોક્યુમેન્ટરી તેનાં સીરિયલના એપિસોડની જેમ 50-60 મિનિટની નહીં પણ પૂરી અઢી કલાકની હશે.

 

‘ગેમ્સ ઓફ થ્રોન્સ: ધ લાસ્ટ વોચ’ ડોક્યુમેન્ટરીમાં ગેમ્સ ઓફ થ્રોન્સની સ્ટાર કાસ્ટ અને ટીમના પણ ઇન્ટરવ્યૂ હશે. ફાઇનલ સીઝનના કુલ 6 એપિસોડ રિલીઝ થવાના છે, જેનો પહેલો એપિસોડ 14 એપ્રિલે રિલીઝ થશે. જ્યારે છેલ્લો એપિસોડ 19 મેના રોજ રિલીઝ થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments