‘ગેમ ઓવર’ના હિંદી વર્ઝનને અનુરાગ કશ્યપ ડિરેક્ટ કરશે, તાપસી પન્નુ લીડ રોલમાં

0
45

મુંબઈઃ બોલિવૂડ ડિરેક્ટર અનુરાગ કશ્યપ તમિળ ડિરેક્ટર અશ્વિન સરવનનની અપકમિંગ ફિલ્મ ‘ગેમ ઓવર’નું હિંદી વર્ઝન ડિરેક્ટ કરશે. વાય નોટ સ્ટૂડિયો તથા રિલાયન્સ એન્ટરટેઈન્મેન્ટ સાથે મળીને આ ફિલ્મ તમિળ-તેલુગુ તથા હિંદીમાં બનાવી રહ્યાં છે. ત્રણે ફિલ્મમાં લીડ રોલમાં તાપસી પન્નુ છે.

2018માં ફર્સ્ટ લુક રિલીઝ થયો
ઓક્ટોબર 2018માં ‘ગેમ ઓવર’નો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો હતો. તાપસી પન્નુ વ્હીલચેર પર બેઠેલી જોવા મળી હતી અને તેના બંને પગમાં પ્લાસ્ટર હતું. અશ્વિને ફર્સ્ટ લુક રિલીઝ બાદ કહ્યું હતું કે આ ફિલ્મની વાર્તા ઘરની અંદર જ આગળ વધે છે અને ફિલ્મમાં મોટાભાગે તાપસી પન્નુ વ્હીલચેર પર જોવા મળશે. આ ફિલ્મથી તાપસી પન્નુ તમિળ સિનેમામાં કમબેક કરશે. રોન યોહાન્ને ફિલ્મનું સંગીત આપ્યું છે. ફિલ્મની વાર્તા કાવ્યા રામકુમાર તથા અશ્વિન સરવનને લખી છે.

અનુરાગ-તાપસીની આ ત્રીજી ફિલ્મ
અનુરાગે પણ ટ્વિટર પર ‘ગેમ ઓવર’ સાથે જોડાવવાની જાહેરાત કરી હતી. અનુરાગ તથા તાપસી ત્રીજી ફિલ્મમાં સાથે કામ કરી રહ્યાં છે. આ પહેલાં ‘મનમર્ઝિયા’માં અનુરાગ કશ્યપ પ્રોડ્યૂસર હતો અને તાપસી પન્નુ લીડ રોલમાં હતી. ત્યારબાદ ‘સાંડ કી આંખ’માં પણ અનુરાગ કશ્યપ પ્રોડ્યૂસર છે અને તાપસી પન્નુ લીડ રોલમાં છે. આ ફિલ્મ ઉત્તર પ્રદેશની ચંદ્રો તોમર તથા પ્રકાશી તોમરના જીવન પર આધારિત છે. ‘ગેમ ઓવર’ વર્ષના અંતે ફ્લોર પર જશે અને ફિલ્મ આવતા વર્ષે ઉનાળામાં રિલીઝ થાય તેવી શક્યતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here