Sunday, January 23, 2022
Homeગેરદાયદે ઈમિગ્રન્ટને પકડવા ‘નકલી’ યુનિવર્સિટી અમેરિકાએ જ બનાવી હતી
Array

ગેરદાયદે ઈમિગ્રન્ટને પકડવા ‘નકલી’ યુનિવર્સિટી અમેરિકાએ જ બનાવી હતી

ઈન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકામાં ઈમિગ્રેશનને લગતા કાયદા ભંગ કરવાના આરોપમાં 600 કહેવાતા ભારતીય વિદ્યાર્થીની અટકાયત કરાતા હોબાળો મચી ગયો છે. આ કૌભાંડના પર્દાફાશ પછી વધુ 200 વિદ્યાર્થીની અમેરિકામાંથી હકાલપટ્ટી થાય એવી પણ શક્યતા છે. અમેરિકન સુરક્ષા એજન્સીઓએ ગેરકાયદે ઈમિગ્રન્ટને પકડવા ફોર્મિંગ્ટન યુનિવર્સિટી નામની નકલી સંસ્થા મિશિગનમાં ઊભી કરી હતી. ઈન્ડિયન અમેરિકન સંસ્થાઓએ કહ્યું હતું કે 2015થી આ સંસ્થા સુરક્ષા એજન્સીઓના અન્ડરકવર ઓપરેશનનો હિસ્સો હતી. આ દરમિયાન અનેક વિદ્યાર્થીઓએ સ્થાનિક ભારતીય સંસ્થાઓની મદદ માગવાનું શરૂ કરી દીધું છે, જે અંતર્ગત અમેરિકન તેલુગુ એસો.એ ભારતીય રાજદૂત સિંગલા સાથે પણ મુલાકાત કરી હતી. આ સંસ્થાએ કહ્યું હતું કે અમે આ વિદ્યાર્થીઓને બચાવવાનો પ્રયાસ કરીશું.

US તેલુગુ એસોસિયેશન ભારતીય વિદ્યાર્થીઓને બચાવવાનો પ્રયાસ કરશે

વધુ શિક્ષિત કર્મીઓનો 16 ટકા એચ-1બી વિઝા પર અધિકાર

US સરકારે એચ-1બી વિઝા માટે નવી નીતિ જાહેર કરી છે, જે પહેલી એપ્રિલે લાગુ થશે. આ નીતિ પ્રમાણે 16 ટકા એચ-1બી વિઝા પર માસ્ટર ડિગ્રી સુધી અભ્યાસ કર્યો હોય એવા ઉમેદવારોનો હક રહેશે. અગાઉ તેઓ માટે જુદી કેટેગરી ન હતી. અમેરિકામાં દર વર્ષે 85 હજાર એચ-1બી વિઝા જારી કરાય છે જેમાં સ્પેશિયલ લોટરી સિસ્ટમથી વીસ હજાર વિઝા US યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓને આપવાની જોગવાઈ છે. ત્યાર પછી જનરલ લોટરી સિસ્ટમથી વધુ 65 હજાર વિદ્યાર્થીને વિઝા અપાય છે.

અમેરિકામાં 4.30 લાખ ગેરકાયદે ભારતીય ઈમિગ્રન્ટ, ચીનથી બમણા

હોમલેન્ડ સિક્યોરિટીના આંકડા પ્રમાણે, હાલ અમેરિકામાં 4.30 લાખ ગેરકાયદે ભારતીય ઈમિગ્રન્ટ છે, જે અમેરિકામાં રહેતા ચાર ટકા કુલ ગેરકાયદે ઈમિગ્રન્ટના ચાર ટકા છે. અમેરિકામાં ચીનના 2.70 લાખ ગેરકાયદે ઈમિગ્રન્ટ છે, જે ભારતથી લગભગ અડધા છે. અમેરિકામાં સૌથી વધુ, 66.40 લાખ ગેરકાયદે ઈમિગ્રન્ટ મેક્સિકોના છે. આ આંકડો અમેરિકાના કુલ ગેરકાયદે ઈમિગ્રન્ટના 55 ટકા જેટલો છે. નોંધનીય છે કે, અમેરિકામાં કુલ 45 લાખ ભારતીય વસે છે.

USમાં 185 પ્રકારના વિઝા, જોકે 36 દેશના લોકોને તેની જરૂર નથી

વિશ્વના કોઈ પણ દેશની જેમ અમેરિકામાં વસવાટ કરવા વિઝા જરૂરી છે, પરંતુ વિઝામાં અપાતી ખાસ છૂટ અંતર્ગત 36 દેશના નાગરિકોને અમેરિકામાં રહેવા વિઝાની જરૂર નથી. આ પ્રકારના દેશમાં કેનેડા અને બરમૂડા જેવા દેશના નાગરિકોનો પણ સમાવેશ થાય છે. અમેરિકામાં કુલ 185 પ્રકારના વિઝા ડિઝાઈન કરાયા છે જેને ઈમિગ્રન્ટ અને નોન-ઈમિગ્રન્ટ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. ભારતીયોએ અમેરિકા જવા વિઝા લેવા જરૂરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular