Monday, October 18, 2021
Homeગેસ કંપની Indane થી 67 લાખ આધાર ડીટેલ્સ લીક, રિસર્ચરે કર્યો દાવો
Array

ગેસ કંપની Indane થી 67 લાખ આધાર ડીટેલ્સ લીક, રિસર્ચરે કર્યો દાવો

67 લાખ આધાર નંબર લીક થયા છે. આ દાવો  છે કે ફ્રેંચ સિક્યોરિટી રિસર્ચર Robert Baptisteનો. એમને આ પહેલા પણ આધાર લીકનો ખુલાસો કર્યો છે. મીડિયમ રોબર્ટે એક બ્લોગ લખ્યો છે. એમાં કહેવામાં આવ્યું છે કે ઇન્ડિન ગેસ એજન્સી ઇન્ડેને 67 લાખ આધાર નંબર્સ લીક કરી દીધા છે. રિપોર્ટ પ્રમાણે ડીલર્સ અને ડિસ્ટ્રીબ્યૂટર્સ માટે ઇન્ડેનની વેબસાઇટ છે જ્યાંથી આ ડેટા લીક થયો છે.

જો કે આ વખતે એમને જે દાવો કર્યો છે એ કોઇ બીજી સિક્યોરિટી રિસર્ચરના હવાલાથી છે. જેમને પોતાની ઓળખ જાહેર કરવાની ના પાડી દીધી છે. સિક્યોરિટી રિસર્ચરે કસ્ટમ ટૂલના સહારે 11 હજાર ઇન્ડેન ડીલર્સનો કસ્ટમર ડેટા કલેક્ટ કરવાનો દાવો કર્યો છે. આ ડેટામાં ગ્રાહકનું નામ, સરનામું અને આધાર નંબર સામેલ છે.

ભારતમાં ઇન્ડેનના 90 મિલિયનથી વધારે ગ્રાહક છે. આધારની વાત કરીએ તો લગભગ 90 ટકાથી વધારે ભારતીયની પાસે આધાર છે. આધારની સિક્યોરિટીને લઇને ચર્ચા પહેલાથી ચાલતી આવી છે. એનાથી પહેલા પણ આધાર લીકના ઘણા કેસ સામે આવ્યા છે અને આ તાજો કેસ એક વખત ફરીથી આધારની સિક્યોરિટી અને પ્રાઇલેસીને લઇને ડિબેટ શરૂ કરી શકે છે. જો કે આ થર્ડ પાર્ટી લીક છે, એટલા માટે કદાચ આ મામલે UIDAI કંઇ ના કહે.

જો કે આ વેબસાઇટમાં એક્સેસ માટે યૂઝરનેમ અને પાસવર્ડની જરૂર પડે છે, પરંતુ આ વેબસાઇટનો એક પાર્ટ ગૂગલમાં ઇન્ડેક્સ્ડ છે. એનાથી કોઇ પણ લોગઇન પેજને બાઇપાસ કરીને ડીલીટના ડેટાબેસમાં સરળતાથી એન્ટર કરી શકે છે.

Robert Baptiste પ્રમાણએ ઇન્ડેનના લોકલ ડીલર્સની પાસે ઓથેન્ટિકેશન ના હોવાને કારણથી લોકોના આધાર નંબર્સ, એડ્રેસ અને એમના નામ લીક થયા છે. ઇન્ડેનના 11 હજારથી વધારે ડીલર્સ છે અને લગભગ દરેક જગ્યાએથી ડેટા લીક થયા છે. આ લીકથી પ્રભાવિત થનાર ગ્રાહકોની સંખ્યા લગભગ 67 લાખ છે. હાલ UIDAI અને ઇન્ડેને આ રિપોર્ટ પર કોઇ સ્ટેટમેન્ટ જારી કર્યું નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments