ગોંડલના કંટોલિયામાં ગામના જ શખ્સે છરી અને પથ્થરના ઘા મારી યુવાનની હત્યા કરી

0
16

ગોંડલ: ગોંડલ તાલુકાના કંટોલિયા ગામે શુક્રવારે રાત્રે વણકરવાસમાં રહેતા ધીરૂભાઇ જીવાભાઇ સોલંકી (ઉ.40)ને ગામના જ જીતુ નામના શખ્સે છરી અને પથ્થરના ઘા મારી હત્યા કરી હતી. ઘટનાને પગલે ડીવાયએસપી સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

મૃતક ધીરૂભાઇ છૂટક મજૂરી કરી ઘરનું ગુજરાન ચલાવતા હતા. નાના એવા કંટોલિયા ગામમાં હત્યાનો બનાવ બનતા ગામમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઘટના અંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે જીતુ અવારનવાર ઝઘડા કરતો હોય અનેકવાર પોલીસ ચોપડે પણ ચડી ચૂક્યો છે. ગત સાંજના તે અર્ધનગ્ન હાલતમાં જ ગામમાં ફરતો હતો અને રાત્રીના 11 વાગે વણકરવાસમાં પહોંચી ધીરુભાઈને ઘરમાંથી બહાર બોલાવી વિના કારણે રહેંસી નાખ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here