Tuesday, September 21, 2021
Homeગોંડલમાં આત્મવિલોપનનો પ્રયાસ કરનારા યુવાનો જેલ હવાલે થતા અન્નજળનો ત્યાગ કર્યો
Array

ગોંડલમાં આત્મવિલોપનનો પ્રયાસ કરનારા યુવાનો જેલ હવાલે થતા અન્નજળનો ત્યાગ કર્યો

રાજકોટ:બાવાબારી શેરીમાં બિન અધિકૃત બાંધકામના વિરોધમાં ગોંડલ નગરપાલિકા કચેરી સામે આત્મવિલોપનનો પ્રયાસ કરનાર યુવાનોની તબિયત સુધારા પર છે. પરંતુ તંત્રે બિન અધિકૃત બાંધકામ વિરુદ્ધ કોઈપણ કાર્યવાહી હાથ ન ધરતા તંત્ર સામે રોષ ફેલાયો છે. બિન અધિકૃત બાંધકામના મુદ્દે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હોય પરંતુ કોઈ અસામાજિક પ્રવૃત્તિ કરી હોય તેવું વલણ મામલતદાર તંત્ર દ્વારા દાખવી જામીન મુદ્દે જક્કી વલણ દાખવતા યુવાનો જેલ હવાલે જવાનું સ્વીકારી જેલમાં અન્ન જળ ત્યાગની જાહેરાત કરી હતી અને સરકારી કાર્યવાહીને અંગ્રેજ શાસન ગણાવ્યું હતું.

બાવાબારી શેરીમાં રહેતા અર્જુન મહેન્દ્રભાઈ ચૌહાણ, નિલેશ મોહનભાઈ મકવાણા, ગજેરા જયદીપ વસંતભાઈ, કિશન પરમાર તેમજ ભાર્ગવ ચૌહાણ દ્વારા પાલિકા કચેરી સામે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો તેમ છતાં પણ તંત્ર દ્વારા બિનઅધિકૃત બાંધકામ વિરુદ્ધ કોઇ કાર્યવાહી નહીં કરાતા રહેવાસીઓમાં રોષ ફેલાયો છે. મહત્વનું છે કે બિન અધિકૃત બાંધકામનું પ્રકરણ છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યું છે. અનેક વખત વાંધા અરજીઓ પણ આવી હતી. જે અંગે બાંધકામ કરનારાઓને સૂચનાઓ પણ અપાઇ હતી. યુવાનોના આત્મવિલોપનની ઘટના બાદ તંત્ર દ્વારા સ્થળ તપાસ પણ કરવામાં આવી હતી અને રૂબરૂમાં જણાવાયું હતું કે આ જગ્યા પર કોઈપણ જાતનું બાંધકામ કરશો નહીં.
-એચ.કે. પટેલ, ચીફ ઓફિસર, ગોંડલ પાલિકા

બિન અધિકૃત બાંધકામ વિરુદ્ધ આત્મવિલોપનનો પ્રયાસ કરનાર યુવાનોના પરિવારજનોએ જણાવ્યું હતું કે, નગરપાલિકા તંત્ર દ્વારા માત્ર વાતોના વડા જ કરવામાં આવી રહ્યા છે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી યુવાનો મોતના મુખમાંથી બચ્યા છે પરંતુ નિંભર પાલિકા તંત્રના પેટનું પાણી પણ હલી રહ્યું નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments