Friday, December 3, 2021
Homeગોંડલમાં 'મરતે હૈ કિસાન મજે કરતી હૈ સરકાર'ના બેનર સાથે ખેડૂતોએ કાળી...
Array

ગોંડલમાં ‘મરતે હૈ કિસાન મજે કરતી હૈ સરકાર’ના બેનર સાથે ખેડૂતોએ કાળી પટ્ટી બાંધી ધરણાં કર્યા

ગોંડલ: ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોનાં બાકી પાકવીમાને તાત્કાલિક ધોરણે ચૂકવી દેવાની જાહેરાત કરવામાં આવી હતી. છતાં ખેડૂતોને 2 વર્ષ પહેલાનાં બાકી પાકવીમા નહીં ચૂકવતા ખેડૂતો આંદોલન કરી વિરોધ કરી રહ્યાં છે. જેતપુર અને ગોંડલ તાલુકાના 700 જેટલા ખેડૂતો આંદોલનનાં માર્ગે ચડ્યા છે અને મોઢે કાળી પટ્ટી બાંધીને ઉપવાસ પર ઉતર્યા છે.

મહત્વનું છે કે સરકારે ખેડૂતોનાં બાકી રહેલા પાક વીમાને તાત્કાલિક ચૂકવી દેવાની જાહેરાત કરી છે. આમ છતાં ઘણા ખેડૂતોના પાક વીમા ચૂકવવાના બાકી છે. જેમાં રાજકોટ જિલ્લાના જેતપુર અને ગોંડલ તાલુકાના 12 જેટલા ગામોનાં 700થી વધુ ખેડૂતોના વર્ષ 2016-17નાં પાક વીમા ચૂકવવાના બાકી છે. આ ખેડૂતોને ગોંડલની સેન્ટ્રલ બેન્ક પાસેથી લેવાના છે અને આ રકમ 7-8 કરોડ જેટલી છે.

બેન્ક આ વીમા માટે 58% જેટલી મોટી રકમનું પ્રીમિયમ ઉઘરાવી ચુકી છે અને આમ છતાં બેન્ક દ્વારા મંજૂર થઇ ગયેલો પાક વીમો હજુ સુધી ખેડૂતોને ચૂકવામાં આવ્યો નથી. જેથી ખેડૂત સમાજની આગેવાનીમાં મોઢા પર કાળી પટ્ટી બાંધીને ખેડૂતો પ્રતીક ઉપવાસ પર બેઠા હતાં અને વિરોધ કર્યો હતો. ખેડૂતોની માંગણી છે કે આ વીમો તાત્કાલિક ચૂકવી આવે અને જો તાત્કાલિક નહિ ચૂકવવામાં આવે તો હજુ પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments