ગોંડલમાં લગ્ન મંડપમાં ‘મંડપ મધ્યે છૂટેછેડાનો સમય’નો નાદ પોકારાયો

0
54

ગોંડલ:  ક્યારેય બન્યું ન હોયો તેવું ગોંડલમાં છે. ગઇકાલે રાત્રે ખેડાના યુવક અને ગોંડલના પાટીદળની યુવતી વચ્ચે ફેસબુકના માધ્યમથી પ્રેમ પાંગરતા આખરે રાજીખુશીથી ગોંડલ પાર્ટી પ્લોટમાં લગ્ન યોજાયા હતા. અહીં ભોજન સમારંભમાં જાનૈયા અને માંડવીયા વચ્ચે માથાકૂટ સર્જાતા મંડપ મધ્યે ‘છૂટાછેડાનો સમય’ નાદ પોકારાયો હતો.

માંડવીયા અને જાનૈયા વચ્ચેનો ઝઘડો છૂટાછેડા સુધી પહોંચ્યો

ગોંડલના જેતપુર રોડ ઉપર આવેલ પ્રસંગ પાર્ટી પ્લોટમાં લગ્ન સમારંભ યોજાયો હતો. આફ્રિકામાં રહેતા અને મૂળ ખેડાથી જાન આવી હતી. હસી ખુશીથી લગ્ન વિધિ થઇ રહી હતી. દરમિયાન ભોજન વેળાએ કોઈ કારણોસર જાનૈયા અને માંડવીયાઓ વચ્ચે ઝઘડો થતાં ઝઘડો છૂટાછેડા સુધી પહોંચ્યો હતો અને આખરે ગોર મહારાજને સાવધાનનો નાદ કરી મંડપ મધ્ય છૂટાછેડાનો સમય એવું બોલવાનો વારો આવ્યો હતો.

ઘટનાને પગલે ગોંડલ પોલીસ દોડી આવી હતી

રાત્રિના સમયે જાનૈયા અને માંડવીયા વચ્ચે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સિટી પોલીસના પી.એસ.આઈ ઠાકોર તેમજ રાઇટર પુનિતભાઈ અગ્રાવત સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો અને બંને પક્ષના વકીલ મંડળ આવી ચડતા સગાઈ તેમજ લગ્ન વખતે એકબીજાને આપવામાં આવેલી ચીજવસ્તુઓ પરત કરવામાં આવી હતી. ચાર ફેરા ફર્યાની ગણતરીની મિનિટમાં જ મંડપ મધ્યે છૂટાછેડા થયા હતા.વરરાજો આફ્રિકા નોકરી કરતો હોય બે માસ પહેલા કોર્ટ મેરેજ થયા હતા. જે અંગે આગામી દિવસોમાં છૂટાછેડાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તેવું બંને પક્ષે સહમતિથી નક્કી થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here