ગોંડલ નજીક બાઇક આડે નીલ ગાય આવી, કંકોત્રી આપવા ગયેલા વરરાજાના પિતાના મિત્રનું મોત

0
50

ગોંડલ: ગોંડલ-શ્રીનાથગઢ રોડ પર બાઈક આડે નીલગાય આવતા કંકોત્રી આપવા ગયેલા વરરાજાના પિતાના મિત્ર ભીખુભાઇ બચુભાઇ વર્ણાગરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે વરરાજાના પિતા સુરેશભાઇ નંદલાલભાઇ જોશીને ગંભીર ઇજા થતા રાજકોટ ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ગોંડલના દેરડીકુંભાજી ગામે રહેતા સુરેશભાઈ નંદલાલભાઇ જોશીના પુત્રના લગ્ન લેવાયા હોય મિત્ર ભીખુભાઈ બચુભાઈ વર્ણાગર (ઉ.70)ને સાથે લઇ પોતાના બાઇક પર સગા-સ્નેહીઓને કંકોત્રી આપી ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે શ્રીનાથગઢ પાસે નીલ ગાય આડે આવતા બંને રોડ પર પટકાયા હતા. જેમાં ભીખુભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ગોંડલથી દેરડીકુંભાજી સુધી રોડની બન્ને સાઈડ રોડનું કામ ચાલી રહ્યું છે. ઘણી જગ્યાએ કામ કરતા કોન્ટ્રાક્ટરો દ્વારા કામ ચાલુ છે, રસ્તો બંધ છેના બોર્ડ લગાવવામાં આવતા નથી. જેના કારણે અવારનવાર અકસ્માત સર્જાયા કરે છે. આ ઘટનાથી સુરેશભાઇના ઘરે લગ્નનો માહોલ શોકમાં ફેરવાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here