Monday, September 26, 2022
Homeગોંડલ ના ચકચારી વિક્રમસિંહ રાણા હત્યા કેસમાં 2 આરોપીને સેસન્સ કોર્ટે આજીવન...
Array

ગોંડલ ના ચકચારી વિક્રમસિંહ રાણા હત્યા કેસમાં 2 આરોપીને સેસન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી,

- Advertisement -

ગોંડલ: ગોંડલના ચકચારી વિક્રમસિંહ રાણા હત્યા કેસમાં બે આરોપી રામજી મારકણા અને હરેશ ચોથાણીને ગોંડલની સેસન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારતો ચુકાદો આપ્યો છે. જ્યારે 11 આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. કોટડાસાંગાણી રોડ પર આવેલી રાજવી પરિવારના ગુણાદિત્યસિંહ (ઘનાબાપા)ની કરોડોની કિંમતની રાજવાડી જમીનના વિવાદને લઇને 2003માં વિક્રમસિંહ રાણાની હત્યા થઇ હતી. જેમાં 16 આરોપીઓની ધરપકડ કરાઇ હતી. તે પૈકી 3 આરોપીઓના મૃત્યુ થયા છે અને 13 પૈકી બે આરોપી રામજી મારકણા અને હરેશ ચોથાણી પર 302નો ગુનો નોંધી કસૂરવાર ઠેરવવામાં આવ્યા હતા. આ કેસમાં કુલ 72 જેટલાં સાહેદોને અદાલતે ચકાસ્યા હતા અને 21 સાહેદો હોસ્ટાઇલ જાહેર થયા હતા.

અમદાવાદનાં જીવરાજ પાર્ક અલકનંદા સોસાયટીમાં રહેતા રાજશ્રીબા જીતેન્દ્રસિંહ જાડેજા વિક્રમસિંહનાં કૌટુંબિક સગા હોય ગોંડલ આવ્યાં હતાં. વિક્રમસિંહને ત્યાં રોકાયેલાં રાજશ્રીબા બનાવની રાત્રે ગોંડલ એસ.આર.પી.માં રહેતાં તેમનાં માસીબાને ત્યાં જવાનું હોય વિક્રમસિંહ સાથે કારમાં બેસી ભગવતપરા એસ.આર.પી. લાઇન જવાં નિકળ્યા હતાં. દરમિયાન સરાકારી હોસ્પિટલ ચોકથી એક કાર અને ચાર મોટરસાઈકલ ઉપર ધસી આવેલાં શખ્સોએ વિક્રમસિંહની કારનો પીછો કરતાં વિક્રમસિંહે કાર ભગાવી હતી. પ્રથમ એસ.આર.પીનાં પહેલાં ગેઇટમાં કાર વાળવાં પ્રયત્ન કરતાં બાઈક ચાલકોએ ઘેરી લેતાં વિક્રમસિંહે ત્યાંથી કાર ભગાવી એસ.આર.પી નાં બીજાં ગેઇટમાં જવાં કોશીશ કરી હતી પરંતુ મરણીયાં બનેલાં હત્યારાઓએ ત્યાં પણ ઘેરો કરતાં વિક્રમસિંહે કારને કોટડાસાંગાણી રોડ ઉપર ભગાવી હતી. બાદમાં સુરેશ્વર ચોકડી પર મેલડીમાતાનાં મંદિર તરફ કાર ભગાવતાં કાચાં રસ્તે કારને ઉતારતાં હત્યારાઓએ વિક્રમસિંહની કારને ઘેરી લઇ પાછળનાં કાચ પર પથ્થર મારતાં રાજશ્રીબાને ઈજા થઈ હતી.

બાદમાં કારમાંથી વિક્રમસિંહને ખેંચી લઇ પીછો કરી રહેલાં શખ્સોએ ધોકા, તલવાર, ધારીયા સહિતનાં હથીયારો વડે ઘેરી લઇ વિક્રમસિંહ ઉપર તૂટી પડ્યાં હતા. કાર ઉપર તલવારનો વાર કરાયો હોય રાજશ્રીબાને કાનમાં ઇજા થઇ હતી. પંદરથી વધુ શખ્સોએ ઘાતક હથીયારો વડે હુમલો કયો હોય વિક્રમસિંહ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતાં. હુમલાખોરો વિક્રમસિંહની લોથ ઢાળી નાશી છૂટયાં હતા. બનાવથી હેબતાઈ ગયેલાં રાજશ્રીબા બાદમાં નજીક આવેલ મેલડીમાતાનાં મંદિરે દોડી જઇ પૂજારીને બનાવ અંગે જાણ કરી પોતાને એસ.આર.પી.કેમ્પમાં મુકી જવાંનું કહેતાં પુજારીએ બાઇક દ્વારા તેને માસીને ત્યાં પહોચાડ્યા હતા. જ્યાં બનાવ અંગે પરિવારને જણાવી સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

બનાવ અંગે રાજશ્રીબાની ફરીયાદ લઇ તત્કાલીન સીટી પી.આઈ.એન.બી. જાડેજાએ તપાસ હાથ ધરી વિક્રમસિંહની હત્યામાં સંડોવાયેલા લાલજી ધનજી સિદપરા, ભરત લાધા છાયાણી, નરશી ભાણભાઇ મોણપરા, રાજેશ પરષોતમભાઈ દુધાત્રા, હરેશ મકનભાઇ ચોથાણી, ધર્મેશ મનજી વૈષ્ણવ, કાનજી હિરજી સોરઠીયા, રામજી પ્રાગજી મારકણા, કાનજી પોપટ વેકરીયા, જગદીશ રણછોડ ખુંટ, ભરત સવજી વેકરીયા, અજય ડાયા રાદડિયા, જગદીશ લીંબા ખુંટ, અમીત દિનેશ ચાવડીયા અને વિજય કેશવ ક્યાડા સામે ગુન્હો નોંધી ધરપકડ કરી હતી. હત્યાંનાં કાવત્રામાં વિનુભાઈ શિંગાળા પણ સામેલ હોવાનું તપાસમાં ખુલવા પામ્યું હતું. એ સમયે સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચારી બનેલાં હાઇ પ્રોફાઇલ વિક્રમસિંહરાણા હત્યા કેસ કોર્ટમાં શરૂ થાય તે દરમિયાન જ ખૂન કા બદલાં ખૂનની માફક વિનુ શિંગાળાની રાજકોટ ખાતે તેનાં નિવાસસ્થાને હત્યાં કરાઇ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular