ગોંડલ : મોબાઈલ ચોરી કરતા તસ્કરો સક્રિય, હોસ્પિટલમાં થયેલી ચોરી સીસીટીવીમાં કેદ

0
51

રાજકોટ:ગોંડલમાં મોબાઈલ ચોરીની ઘટનાઓમાં દિવસને દિવસે વધારો થઈ રહ્યો છે. હજુ બે દિવસ પહેલા બસસ્ટેન્ડ પાસેથી મોબાઈલની ચોરી થઈ હતી. ત્યા ફરી ગઈકાલે એક ખાનગી હોસ્પિટલમાંથી મોબાઈલની ચોરી થઈ હતી. જે ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. મોબાઈલ ચોર મોબાઈલની ચોરી કરીને ફોન થેલીમાં નાખી દે છે અને ત્યાંથી ફરાર થઈ જાય છે. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં જોવા મળે છે. હાલ પોલીસ સીસીટીવીના આધારે તપાસ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here