ગોચર જમીનમાં કચરો નાખવાનું શરૂ કરતાં સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવતા મામલતદાર અને પોલીસ ઘટના સ્થળે પોહચી

0
56

ખેરગામ પથકમાં છેલ્લા બે મહિનાથી ટોફ ઓફ ટાઉન બનેલો કચરાનો પ્રશ્નો ખેરગામ મામલતદાર કચેરી ખાતે શનિવારના રોજ વાંસદા પ્રાંત અધિકારીના અધ્યક્ષથાને મળેલી સંકલનની બેઠકમાં વેણ ફળિયાની ગોચર જગ્યામાં કચરો નાખવાની સૂચના મળતા ગ્રામપંચાયત દ્વારા કચરો ઉઠાવી વેણ ફળીયા ખાતે ગોચર જમીનમાં કચરો નાખવાનું શરૂ કરતાં સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવતા મામલતદાર અને પોલીસ ઘટના સ્થળે પોહચી મામલો થાળે પડ્યો હતો.

 

ખેરગામ ગ્રામપંચાયત દ્વારા બજારના સાત જેટલા વોર્ડનો સમગ્ર કચરો ખેરગામના વેણફળીયા ખાતે આવેલી ગોચર જમીનમાં નાખવામાં આવતો હતો.પરંતુ બે મહિના અગાઉ વેણફળિયાના લોકોએ કચરો ગોચર જગ્યામાં નાખવા બાબતે  ટ્રેકટરને રોકી કચરો ભરેલું ટ્રેકટરને પરત મોકલાવી વિરોધ નોંધાવ્યો હતો.ત્યારબાદ વેણફળીયા ખાતે કચરો નાખવાનું બંધ કરી દીધું હતું.જેથી ગ્રામપંચાયત દ્વારા આ સમગ્ર કચરો ક્યાં નિકાલ કરવો જેથી બે મહિનાથી ગ્રામપંચાયત દ્વારા બજારમાં લોકોના ઘરે ઘરેથી લેવામાં આવતો કચરાનું કલેક્શન બંધ કરી દેતા બજારના દુકાનદારો તેમજ સ્થાનિક લોકોના ઘરથી નીકળતો કચરો ક્યાં નાખવો તે બાબતે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.તેમજ બજાર વિસ્તારના લોકો રાત્રીના સમયે ખેરગામ વિસ્તારના જાહેર રસ્તા ઉપર કચરો નાખી ગંદકીનો માહોલ ઉભો કર્યો હતો.જેથી કચરાનો નિકાલ કરવા માટે ગ્રામપંચાયત દ્વારા ગ્રામસભા અને સામાન્યસભા પણ કરી હતી.પરંતુ કચરાનો નિકલા બાબતે કોઈ નિવારણ ન આવતા તા.૨.૨.૨૦૧૯ શનિવારના રોજ ખેરગામ મામલતદાર કચેરી ખાતે વાંસદા પ્રાંત અધિકારના અધ્યકસ્થાને સંકલન બેઠકમાં વાંસદાના ધારાસભ્ય,તાલુકા પ્રમુખ, સરપંચ,તલાટી,અન્ય અધિકારીઓની હાજરીમાં ચર્ચા વિચારણા કર્યાબાદ ખેરગામ પથક માંથી નીકળતો સમગ્ર કચરાનો નિકાલ વેણ ફળીયા ખાતે આવેલી બ્લોક નંબર.૧૧૪૮ વાળી જગ્યામાં કચરાનો નિકાલ કરવા અંગે ગ્રામપંચાયતને સૂચના આપી જણાવ્યું હતું.કે જો કચરા નિકાલની કાર્યવાહીમાં કોઈપણ વ્યક્તિ દ્વારા કચરા નિકાલ બાબતે અડચણ ઉભી કરશે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમજ  હંગામી ધોરણે ગ્રામપંચાયત જ્યારે પણ કચરો નિકાલની કાર્યવાહી કરે તે દરમ્યાન બે પોલીસ કર્મીઓને સાથે રાખવા સૂચના આપવામાં આવી હતી.ત્યારે મંગળવારના રોજ ખેરગામ ગ્રામપંચાયત દ્વારા બજારના વિસ્તારમાં બે મહિનાથી પડેલો કચરો ઉઠાવી ટ્રેકટર દ્વારા વેણફળીયા ખાતે આવેલી ગોચર જગ્યામાં નાખવા જતા વેણફળિયાના લોકોએ ટ્રેકટર અટકાવી વિરોધ કર્યો હતો.પરંતુ ઘટના સ્થળે ખેરગામ મામલતદાર મનીષ પટેલ તેમજ ખેરગામ પીએસઆઇ કે.જે.ભોયે તેમના સ્ટાફ સાથે પોહચી જય મામલો થાળે પડ્યો હતો.અને વિરોધ કરનારાઓને સમજાવ્યા હતા.કે જો  તમે સરકારી કામમાં અડચણ કરશો નહિ અને અડચણ કરશો તો કાયદેસરની કાર્યવાહી કરશું તેમ જણાવ્યા બાદ કચરો નાખવાનું ચાલુ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here