- Advertisement -
ગોધરાના લાલબાગ બસ સ્ટેન્ડ નજીક આવેલા પશુ દવાખાના પાસે સદગુરુ કોમ્પ્લેક્સ રોડ ઉપરથી પસાર થતી ઈકો ગાડીમાં આકસ્મિક રીતે આગ લાગતાં ઈકો ગાડીમાં સવાર લોકોનો આબાદ બચાવ થયો હતો. બનાવની જાણ ગોધરા ફાયરબ્રિગેડના જવાનોને થતાં પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.ગોધરાના લાલબાગ બસ સ્ટેન્ડ વિસ્તારમાં પશુ દવાખાની સામે રોડ ઉપર ઈકો ગાડીમાં આકસ્મિક રીતે આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી. જ્યારે આગની ઘટનાની જાણ સ્થાનિક પોલીસ અને ફાયર જવાનોને થતા તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી આવી અને ઇકો ગાડી ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જ્યારે ઇકો ગાડીમાં આગની ઘટનાને લઈને રોડ ઉપર બંને સાઈડ ઉપર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.