Sunday, November 28, 2021
Homeગોધરા સહકારી મંડળીનો ઓડિટર 7 હજારની લાંચ લેતા ACBના હાથે ઝડપાયો
Array

ગોધરા સહકારી મંડળીનો ઓડિટર 7 હજારની લાંચ લેતા ACBના હાથે ઝડપાયો

પંચમહાલઃ ગોધરા જિલ્લા સહકારી મંડળી વિભાગના ઓડિટર પ્રદિપ પરમારને ગોધરા એસીબીએ રૂપિયા 7 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે.

પંચમહાલ જિલ્લાના લુણાવાડા-ગોધરા રોડ પર આવેલી 1, શક્તિનગર સોસાયટીમાં રહેતા પ્રદિપચંદ્ર સોમાભાઇ પરમાર ગોધરા જિલ્લા સહકારી મંડળીમાં ઓડિટ વિભાગમાં ઓડિટર તરીકે ફરજ બજાવે છે. તે બાગાયત ફળ અને શાકભાજી ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડનું ઓડિટનું કામ કરતો હતો.

ફરિયાદી સહકારી મંડળીના કર્મચારી ઓડિટર પ્રદિપચંદ્ર પરમારને લાંચ આપવા માંગતા ન હતા. આથી તેઓએ ગોધરા એ.સી.બી.માં ફરિયાદ કરતા પી.આઇ. જે.એમ. ડામોરે છટકું ગોઠવ્યું હતું. ઓડિટર ગોધરા-લુણાવાડા રોડ ઉપર ફરિયાદી પાસે લાંચ લેવા આવ્યો હતો. જ્યાં ઓડિટરે ફરિયાદી પાસે રૂપિયા 7000 લાંચ સ્વીકારતા જ વોચમાં ઉભેલી એ.સી.બી. ટીમે તેને ઝડપી પાડ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments