ગોમતીપુરમાં દારૂની ખેપ મારતા પોલીસના જ બે પુત્ર ઝડપાયા, 2 સહિત ચારની સામે કેસ

0
27

અમદાવાદ: ગુજરાતમાં દારૂબંધી હોવાની વાત માત્ર કાગળ પર જ રહી ગઈ છે તે વાતના પુરાવા અનેક વખત સામે આવે છે પરંતુ દારૂની હેરફેરનો ગુજરાતી કહેવતને સાર્થક કરતો અનોખો કિસ્સો સામે આવ્યો છે. દિવા તળે અંધારું આ કહેવત જેવો ઘાટ અમદાવાદ શહેર પોલીસમાં સર્જાયો છે. પોલીસની એક રેડ દરમિયાન બે પોલીસપુત્રો જ દારૂનો વેપલો કરતા રંગે હાથ પકડાયા છે. છેલ્લા ઘણા સમયથી ચાલતા આદારૂના આ કૌભાંડમાં અંતે સ્થાનિક પોલીસની કાર્યવાહી કરી છે. બે પોલીસ પુત્રો પકડાયા જ્યારે બીજા બેઆરોપીઓ મળીને ચાર લોકો સામે કેસ કર્યો હતો.

6.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

ગોમતીપુર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્વોર્ડે એક મહિનાથી મળેલી બાતમીના આધારે ગોમતીપુર બોમ્બે હાઉસિંગ પોલીસ લાઇનની અંદર કંડમ મકાનો પાસે જાહેરમાં રેડ પાડી હતી. જેમાં બોમ્બે હાઉસિંગ પોલીસ લાઇનમાં રહેતા હાર્દિક કટારા તથા રાહુલ પરમાર નામના બે પોલીસપુત્રો પકડાયા હતા. શીતલ સિનેમા પાસે વિદેશી દારૂ ભરેલી સ્વીફ્ટ કાર હતી જેમાં પોલીસ 25 હજારનો દારૂ તથા 6 લાખની સ્વીફ્ટ કાર મળી 6.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

મોજશોખ માટે સરળતાથી પૈસા કમાવવા દારૂની ખેપ મારવાનું શરૂ કર્યું

પકડાયેલા બન્ને યુવકો શામ‌ળાજી ભીલોડા ગયા હતા જ્યાં એક વ્યક્તિ સાથે તેઓ સંપર્કમાં આવ્યા હતા તેમજ તેઓએ મોજશોખ માટે સરળતાથી પૈસા કમાવવા દારૂની ખેપ મારવાનું શરૂ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, પકડાયેલા હાર્દિકના પિતા ટ્રાફિકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. જ્યારે રાહુલ પરમારના પિતા કાળુપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. આ સિવાય પોલીસે અનિરુદ્ધ ઉર્ફે બાપુ (રહે. નિકોલ) અને સતીષ (રહે. શામળાજી) બન્ને આરોપીઓ સામે પણ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here