Tuesday, September 21, 2021
Homeગોવામાં 7 દિવસનાં શોકની જાહેરાત, આજે બધી રાજધાનીમાં ત્રિરંગો અડધો નમેલો રખાશે
Array

ગોવામાં 7 દિવસનાં શોકની જાહેરાત, આજે બધી રાજધાનીમાં ત્રિરંગો અડધો નમેલો રખાશે

ગોવાના મુખ્યપ્રધાન અને પૂર્વ સંરક્ષણ પ્રધાન મનોહર પર્રિકરનું લાંબી માંદગી બાદ 63 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમના નિવાસ સ્થાને અંતિમ દર્શન માટે તેમના પાર્થિવ દેહને રાખવામાં આવ્યો છે આજ સવારથી તેમના નિવાસ સ્થાને પરિવારજનો પહોંચી રહ્યા છે. આજે સવારે 10 વાગ્યાંથી જે જે થઈ રહ્યું છે તે જાણો અહીં…

ગોવામાં 7 દિવસનો શોક

આજે દિલ્હી સહિતની તમામ રાજ્યની રાજધાનીઓમાં ત્રિરંગો અડધો નમેલો રાખવામાં આવશે. અને ગોવામાં 7 દિવસ શોકની જાહેરાત કરવામાં આવી છે. આજે સાંજે 5 વાગ્યે કેન્દ્રિય કેબિનેટની એક બેઠક બોલાવવામાં આવી છે. તેમની અંતિમવિધિ રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે.

ગોવા પહોંચી ગયું પરિર્કરનું પાર્થિવ શરીર

ગોવાના મુખ્ય પ્રધાન મનોહર પર્રિકરના નિધન બાદ તેમના પાર્થિવ દેહને ભાજપન કાર્યાલય ખાતે લાવવામાં આવ્યો. જેથી મોટી સંખ્યામાં ભાજપ અને સંઘન કાર્યકરો ભાજપના કાર્યાલય પહોચ્યા હતા. જ્યા તેમણે મનોહર પર્રિકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. પર્રિકરના નિધન બાદ ભાજપના કાર્યકરોમાં શોકની લાગણી ફેલાઈ છે. રવિવારે પર્રિકરનું કેન્સરની બિમારી બાદ નિધન થયુ. જેથી ગોવામાં ભાજપના કાર્યલય ખાતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા છે.

પર્રિકર સંઘના વિચાર પણ હતા જેથી મોટી સંખ્યામાં ગોવામાં સંઘના કાર્યકોએ પણ તેમને શ્રદ્ધાજલિ અર્પણ કરી હતી. ભાજપ કાર્યાલયથી પર્રિકરના પાર્થિવ દેહને કલા એકેડમી લઈ જવામાં આવ્યો. જ્યાં સાંજે ચાર વાગ્યા સુધી સામાન્ય જનતા પોતાના નેતાને શ્રદ્ધાંજલી આપી શકશે. સાંજે ચાર વાગે કલા એકેડમીથી મીરામાર સુધી અંતિમ યાત્રા નીકળશે. ગોવા ખાતેના મનોહર પર્રિકરના નિવાસ સ્થાનની બહાર મોટી સંખ્યામાં પોલીસ જવાનો ગોઠવી દેવાયા છે.

કેન્દ્ર સરકારે આજના દિવસને રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. ભાજપની ચૂંટણી સમિતિની બેઠક રદ કરવામાં આવી છે. ભાજપના સત્તાવાર તમામ કાર્યક્રમો પણ રદ કરી દેવામાં આવ્યા છે. આજે સાંજે પાંચ વાગ્યે ગોવામાં પર્રિકરના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જેમાં ગૃહપ્રધાન રાજનાથ સિંહ અને કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરી સામેલ થશે.

આજે સવારે સાડા નવ વાગ્યાથી સાડા દસ વાગ્યા સુધી પણજીના ભાજપ કાર્યાલયે તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. ત્યારબાદ સવારે સાડા 11 વાગ્યાથી મનોહર પર્રિકરના પાર્થિવ શરીરને કલા એકેડમી લાવવામાં આવશે. જ્યાં સાંજે ચાર વાગ્યા સુધી સામાન્ય જનતા પોતાના નેતાને શ્રદ્ધાંજલી આપી શકશે. સાંજે ચાર વાગે કલા એકેડમીથી મીરામાર સુધી અંતિમ યાત્રા નીકળશે. અને સાંજે પાંચ વાગ્યે પરિર્કરને મીરામરમાં અંતિમ સંસ્કાર આપવામા આવશે. ગોવા ખાતેના મનોહર પર્રિકરના નિવાસ સ્થાનની બહાર મોટી સંખ્યામાં પોલીસ જવાનો ગોઠવી દેવાયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments