Saturday, September 25, 2021
Homeગોવા : પર્રિકરનું સ્વાસ્થ્ય વધારે ખરાબ: આશાઓ ઘણી ઓછી, CM પદ માટે...
Array

ગોવા : પર્રિકરનું સ્વાસ્થ્ય વધારે ખરાબ: આશાઓ ઘણી ઓછી, CM પદ માટે BJP આજે નિર્ણય લેશે

પણજીઃ ગોવાના ડેપ્યુટી સ્પીકર માઈકલ લોબોએ કહ્યું કે રાજ્યના મુખ્યમંત્રી મનોહર પાર્રિકરની તબિયત વધારે ખરાબ થઈ રહી છે અને તેમની બચવાની આશા પણ ઘણી ઓછી છે. લોબોએ સ્વીકાર્યું છે કે પર્રિકરની જગ્યાએ અન્ય કોઈ વ્યક્તિને સીએમ બનાવવાની ચર્ચાઓ ચાલી રહી છે. જો કે, તેમણે સ્પષ્ટતા કરી છે કે આ અંગેનો નિર્ણય રવિવારે પાર્ટીના નેતાઓ અને ધારાસભ્યોની યોજાનારી બેઠકમાં લેવામાં આવશે.

માઈકલ લોબોએ જણાવ્યું કે, સીએમ મનોહર પર્રિકરના સ્વાસ્થ્ય અંગે પાર્ટીના નેતા અને ધારાસભ્ય ચિંતામાં છે. આજે પાર્ટીનાં વરિષ્ઠ નેતાઓ પણ આવી રહ્યા છે. એવામાં તમામ લોકો મળીને બેઠકમાં આ અંગે નિર્ણય લેશે. આ બેઠકમાં ગોવા ફાર્વજ પાર્ટી અને મહારાષ્ટ્રવાદી ગોમંટક પાર્ટી સાથેના ગઢબંધન પર પર ચર્ચાઓ ચાલી રહી છે. મળતી માહિતી પ્રમાણે પાર્ટીનાં કોઈ નેતાને મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે.

આવનાર CM ભાજપમાંથી જ હશે
લોબોએ કહ્યું કે, સીએમ કોણે બનાવવા તે અંગોનો નિર્ણય પાર્ટી જ લેશે, અમે અમારા ગઠબંધનના સહયોગીઓ સાથે વાત કરી રહ્યા છીએ. આ પહેલા લોબોએ કહ્યું હતુ કે, અમે તેમનાં સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરીએ છીએ પરંતુ તેમની તબિયતમાં કોઈ સુધારો જોવા મળી રહ્યો નથી. છેલ્લા ઘણા દિવસોથી તેમની તબિયત વધારે ખરાબ થઈ ગઈ છે. આ સાથે જ ગોવામાં તેમની સરકાર પર પણ સંકટના વાદળો ઘેરાયા છે. કારણ કે, શનિવારે કોંગ્રેસે રાજ્યપાલ મૃદુલા સિન્હાની સામે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો.
ડોક્ટરોને તેમનામાં કોઈ સુધારો જણાતો નથીઃલોબો
લોબોએ કહ્યું કે પર્રિકરજી શુક્રવાર રાતે બહુ જ બિમાર હતા. એવામાં ભાજપે ઈમરજન્સી મીટિંગ બોલાવી હતી. ડોક્ટરોને પર્રિકરની હાલતમાં કોઈ સુધારો જોવા મળી રહ્યો નથી. સાથે જ તેઓ હવે રિકવરી પણ કરવામાં નિષ્ફળ નિવડ્યા છે. ત્રણ વિધાનસભાઓમાં યોજાનારી ઉપ-ચૂંટણી નજીક આવી રહી છે અને તેના માટે ઉમેદવારોની પંસદગી પણ કરવાની બાકી છે.
સારવાર માટે પર્રિકર મુંબઈ અને અમેરિકા પણ ગયા હતા
પર્રિકર સ્વાદુપિંડના કેન્સરથી પીડિત છે .તેમને 15 ફેબ્રુઆરીના રોજ મુંબઈના લીલાવતી  હોસ્પિટલમાં દાખલ કરાવાયા હતા.ત્યારબાદ  તેમને 22 ફેબ્રુઆરીના રોજ હોસ્પિટલમાંથી ડિસચાર્જ કરી દીધા હતા. 25 ફેબ્રુઆરીએ શરીરમાં પાણીની ખામીને કારણે અને લો બ્લડ પ્રેશરના કારણે તેમણે  ગોવા હોસ્પિટલમાં  દાખલ કરાવવામાં આવ્યા અને 1 લી માર્ચે તેમને ડિસચાર્જ પણ કરી દેવામા આવ્યા હતા. આ પહેલા પણ તેઓ સારવાર અર્થે અમેરિકા પણ ગયા હતા.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments