Tuesday, September 21, 2021
Homeગ્લોબલ સ્કૂલ વિવાદ મામલે સુપ્રીમે વાલીઓના તરફેણમાં આપ્યો ચૂકાદો.
Array

ગ્લોબલ સ્કૂલ વિવાદ મામલે સુપ્રીમે વાલીઓના તરફેણમાં આપ્યો ચૂકાદો.

ગ્લોબલ સ્કૂલ પર આરોપ લગાવાયો હતો કે સ્કૂલે FRC કરતા વધુ ફીની માગણી કરી હતી. જેમાં કેટલાક બાળકોએ ફી ન ભરતા સ્કૂલમાંથી સસ્પેન્ડ કરી દેવાયા હતા. જેમાં સુપ્રીમ કોર્ટે સસ્પેન્ડ કરાયેલા વિદ્યાર્થીઓને પરત લેવા આદેશ આપ્યો છે. આ સાથે જ ટકોર કરી છે કે તમે વેપારી નથી પરંતું શૈક્ષણિક સંસ્થા છો

અમદાવાદની ગ્લોબલ સ્કૂલને સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી છે. જેમાં સુપ્રીમ કોર્ટે સસ્પેન્ડ કરાયેલા વિદ્યાર્થીઓને પરત લેવા આદેશ આપ્યો છે. આ સાથે જ ટકોર કરી છે કે તમે વેપારી નથી પરંતું શૈક્ષણિક સંસ્થા છો. ઉલ્લેખનીય છે કે, ગ્લોબલ ઈન્ટરનેશનલ સ્કૂલ સામે વાલીઓએ સુપ્રીમ કોર્ટે અરજી કરી હતી.

ગ્લોબલ સ્કૂલ પર આરોપ લગાવાયો હતો કે સ્કૂલે FRC કરતા વધુ ફીની માગણી કરી હતી. જેમાં કેટલાક બાળકોએ ફી ન ભરતા સ્કૂલમાંથી સસ્પેન્ડ કરી દેવાયા હતા. એટલું જ નહીં વાલીઓએ શાળા સંચાલકો પર બાળકોને ક્લાસમાં ગોંધી રાખવાનો પણ આરોપ લગાવ્યો હતો. આ અંગે વાલીઓએ DEO કચેરીમાં ફરિયાદ કરી હતી. જેને લઈને સ્કૂલના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યાં હતા. જો કે, સ્કૂલના સીસીટીવી પણ બંધ હાલતમાં જોવા મળતા મામલો વધુ વકર્યો હતો.

રાજ્યમાં ફી નિયમન મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી. જેમાં એફઆરસી મુદ્દે ગ્લોબલ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સ્કૂલનો વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. ગ્લોબલ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સ્કૂલના વાલીઓ દ્વારા સ્કૂલ સામે ફી મુદ્દે અરજી દાખલ કરવામાં આવી હતી.

ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલ વિવાદને લઇ વાલીઓએ આ અગાઉ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને મળ્યા હતા. વાલીઓની શિક્ષણમંત્રી સાથે બેઠક થઇ હતી. જેમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ વાલીઓને કહ્યું હતું કે, શાળા સામે કેવા પગલા ભરવા આ અંગે વિચારણા કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments