ઘણા લોકોનાં ખાતામાં આવ્યાં રાતોરાત 25-25 હજાર રૂપિયા, ધારાસભ્યએ કહ્યું કે મોદીજીએ નાખ્યાં હશે

0
19

જો તમારી ખબર વિના તમારા બેંક એકાઉન્ટમાં રાતોરાત 25 હજાર રૂ. જમા થાય તો તમને કેવું લાગશે? દેખીતી વાત એ છે કે તમે તેનાથી આશ્ચર્ય પામશો. કેટલાક આવા કેસો પશ્વિમ બંગાળના બર્ધમાન જિલ્લાના લોકોમાં થયાં છે, જ્યાં 3 બેંકના ખાતાધારકોના એકાઉન્ટમાં કોઈ અજાણ્યા વ્યક્તિએ 25-25 હજાર રૂપિયા જમા કરાવી દીધા છે

પૂર્વ બર્ધમાન જિલ્લાના કેતુગ્રામ 2 નંબર પંચાયત સમિતિના શીબલૂન, બેલૂન, તોલાબાડી, સેનપાડા, અમ્બાલગ્રામ, નબગ્રામ અને ગંગાટીકુરી જેવા વિસ્તારનાં ઘણા લોકોના ખાતામાં પૈસા જમા થઈ ગયા છે. આશ્ચર્યજનક વાત એ છે કે એવું એક વખત નહીં પરંતુ 2-2 વાર થયું.

જે લોકોને પણ પૈસા મળ્યાં છે તેમના ખાતામાં 10 હજારથી માંડીને 25 હજાર સુધીની રકમ જમા થઈ છે. આ પૈસા તે લોકોને મળ્યા છે જેનું એકાઉન્ટ યુકો બેન્ક, યુનાઈટેડ બેન્ક ઑફ ઇન્ડિયા અને એસબીઆઈમાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બૅંક સાથે આ વિશે પૂછવામાં આવ્યું તો તેમને પણ તેમનો કોઈ અંદાજો નથી. ઉલ્લેખનીય છે કે જ્યારથી લોકોના ખાતાઓમાં પૈસા આવ્યાં છે ત્યારથી બેંકની બહાર લોકોની લાંબી લાઈનો લાગી ગઈ છે.

લોકોના ખાતાઓમાં આ પૈસા (NEFT) દ્વારા આવ્યાં છે. આ વિશે કેતુગ્રામના ટીએમસી ધારાસભ્ય શેખ શાહવાજએ કહ્યું કે ‘પી.એમ. મોદીએ કહ્યું હતું કે, ખાતામાં પૈસા આવશે, તો બની શકે કે આ તે પૈસા હોય’. જો કે એ હજુ નક્કી નથી થયું કે આખરે આ પૈસા ક્યાંથી આવ્યા?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here