Monday, October 18, 2021
Homeઘરમાં થતા ઝઘડાથી જોઇએ છીએ છુટકારો તો કરી લો આ કામ
Array

ઘરમાં થતા ઝઘડાથી જોઇએ છીએ છુટકારો તો કરી લો આ કામ

જો તમારા ઘરમાં આખો દિવસ લડાઇ ઝઘડા થતા રહે છે તો જ્યોતિષમાં ગૃહક્લેશથી સંબંધિત કેટલાક ટોટકા જણાવ્યા છે. એનાથી તમને નિશ્ચિત ગૃહક્લેશથી રાહત મળે છે. જરૂરી છે એને વિધિ પૂર્વક અને શ્રદ્ધાપૂર્વક કરવાની.

દુશ્મનોના અભિચાર કરવાના કારણે પણ ગૃહક્લેશ શક્ય થઇ શકે છે. એવા અભિચાર કર્મોને દૂર કરવા માટે અમાસની રાતે પોતાના ઘરની છત પર જઇને દક્ષિણ દિશા તરફ મોઢું કરીને રઇને સાત વખત ઊતારીને દૂર જઇને ફેંકી દેવી જોઇએ. બીજા દિવસથી જ સાંજે દરરોજ ઘરની બહાર ઘી નો દીવો પ્રગટાવવો જોઇએ.

ઘરના ઝઘડાથી પીડિત વ્યક્તિને સૂર્યોદય પહેલા ઊઠી જવું જોઇએ અને ઘરની સાફ સફઆઇ કરી લેવી જોઇએ. સૂર્યોદય થવા પર સ્નાન વગેરે કરીને ભગવાન સૂર્યને અર્ધ્ય આપવું જોઇએ. આવું કરવાથી થોડાક જ દિવસોમાં ગૃહક્લેશ ઓછો થવા લાગે છે અને ધીમે ધીમે સમાપ્ત થઇ જાય છે.

ગૃહક્લેશથી પીડિત વ્યક્તિને દરેક ગુરુવારે લક્ષ્મી નારાયણ મંદિરમાં દર્શન કરવા જવું જોઇએ. જો શક્ય હોય તો પતિ પત્ની સાથે જ જાવ. જ્યાં બેસનના લાડુનો ભોગ ચઢાવવો જોઇએ અને પ્રસાદને ત્યાં બાળકોમાં વહેંચી દેવો જોઇએ.

આ ઉપરાંત સોમવારે રાતે સવા 9 વાગ્યા બાદ શિવ મંદિરમાં શિવલિંગ પર સવા પાંચ કિલો દૂધ ચઢાવવું જોઇએ. તેમજ મંગળવારે હનુમાનજીના મંદિરમાં બજરંગ બાણનો પાઠ કરવો જોઇએ તથા મંદિરની બહાર દસથી પંદર મિનીટ સુધી બેસવું જોઇએ.

ઘરના ઝઘડાથી પીડિત પરિવારે સામૂહિક રૂપથી તીર્થ યાત્રા પર જવું જોઇએ. આવું કરવાથી ઘરમાં ઝઘડા ઓછા થાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments