Friday, December 3, 2021
Homeઘરેથી નિકળ્યા-ફેક્ટરીમાં અટક્યા; આશરો મેળવવા 1,600 માઇગ્રન્ટ્સની મેક્સિકોમાં ધરપકડ
Array

ઘરેથી નિકળ્યા-ફેક્ટરીમાં અટક્યા; આશરો મેળવવા 1,600 માઇગ્રન્ટ્સની મેક્સિકોમાં ધરપકડ

ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકામાં હાલ સૌથી વધુ ચર્ચાતો મુદ્દો છે બોર્ડર સિક્યોરિટી. પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે યુએસ-મેક્સિકો બોર્ડર વૉલ માટે ફંડ નહીં મળતા શટડાઉનની જાહેરાત કરી હતી. 22 ડિસેમ્બરથી શરૂ થયેલું આ શટડાઉન અમેરિકાનું સૌથી લાંબુ અને ઐતિહાસિક શટડાઉન બની રહ્યું. બીજી તરફ, મંગળવારે ટ્રમ્પે આપેલી યુનિયન સ્પીચમાં માઇગ્રન્ટ્સને અટકાવવા હ્યુમન વૉલ તૈયાર કરવાની પણ ગર્ભિત ધમકી આપી દીધી છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે સોમવારે 1,600 જેટલાં માઇગ્રન્ટ્સ હોન્ડૂરાસથી મેક્સિકો પહોંચ્યા હતા. સેન્ટ્રલ અમેરિકાથી આવેલા આ માઇગ્રન્ટ્સને બુધવારે મેક્સિકન ઓથોરિટીએ પકડીને ટેક્સાસ નજીક આવેલી જૂની ફેક્ટરીમાં બેસાડી દીધા છે. યુએસ ઓથોરિટીએ આ માઇગ્રન્ટ્સ અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ ના કરે તે માટે વધુ લૉ એન્ફોર્સમેન્ટ અને સૈનિકોની ટૂકડી મેક્સિકો મોકલી છે.

પ્રથમવાર કેલિફોર્નિયા નહીં પણ ટેક્સાસ પહોંચ્યા

મેક્સિકો સિટી પર ટ્રમ્પનો આરોપ
  • પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની યુનિયન સ્પીચમાં માઇગ્રન્ટ્સ કારવાંને અમેરિકા સુધી પહોંચાડવામાં મદદ કરતા મેક્સિકન શહેરો પર રોષ વ્યક્ત કર્યો હતો. ટ્રમ્પે કહ્યું કે, મેક્સિકોના કેટલાંક શહેરોમાં માઇગ્રન્ટ્સ માટે બસ મોકલાવવામાં આવે છે જેથી તેઓ આપણાં દેશના અમુક વિસ્તારો સુધી સરળતાથી પહોંચી જાય છે. ખાસ કરીને એવા સ્થળોએ જ્યાં બોર્ડર પ્રોટેક્શન નહીવત હોય.
  • 1,600 માઇગ્રન્ટ્સનું આ ગ્રૂપ સોમવારે મેક્સિકોના પીડ્રાસ નેગ્રેસ પહોંચ્યું હતું ત્યાંથી તેઓ રિઓ ગ્રાન્ડેથી થઇને ઇગલ પાસ ટેક્સાસ પહોંચ્યા હતા. છેલ્લાં ઘણાં સમયથી અમેરિકામાં આશરા માટે આવતા માઇગ્રન્ટ્સનું આ પહેલું ગ્રુપ છે જે કેલિફોર્નિયાના બદલે ટેક્સાસ પહોંચ્યું છે.
  • સ્ટેટ ગવર્મેન્ટે આ ઇમિગ્રન્ટ્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સાલ્ટિલો અને આર્ટેગા શહેરમાંથી 49 બસોનું આયોજન કર્યુ હતું. જો કે, મેક્સિકો પોલીસ અને સૈનિકોએ કારવાંને અન્ય કોઇ સ્થળે ખસેડવાના બદલે જૂની ફેક્ટરીમાં લાવીને બેસાડી દીધા હતા. પોલીસે એવી દલીલ કરી હતી કે, માઇગ્રન્ટ્સ રિઓ ગ્રાન્ડેથી ગેરકાયદે ઘૂસણખોરી ના કરે તે માટે આ પગલાં લેવામાં આવ્યા છે.
  • આ ફેક્ટરીમાંથી માત્ર એવા માઇગ્રન્ટ્સ જ બહાર નિકળી શકે અથવા મેક્સિકોમાં પ્રવેશ મેળવી શકે જેઓને માનવીય ધોરણે વિઝિટર્સ વિઝા મળ્યા હશે.
આશરા માટે એક મહિનાથી વધુ સમય
  • જે લોકો અમેરિકામાં આશરો ઇચ્છે છે તેઓએ હજુ પણ મહિનાઓ સુધી રાહ જોવી પડશે. ઇગલ પાસમાં કસ્ટમ ઓફિશિયલ્સ પ્રતિ દિન 12થા 15 એપ્લિકેશન ઉપર જ કામ કરી રહ્યા છે. કસ્ટમ અધિકારીઓ પણ ફેક્ટરીમાં આશ્રય ઇચ્છતા અન્ય માઇગ્રન્ટ્સને બહાર ધકેલી રહ્યા છે. કારણ કે, અહીં 1,600 માઇગ્રન્ટ્સને રાખ્યા બાદ જગ્યાની ઉણપ છે. આ અઠવાડિયે કસ્ટમ એન્ડ બોર્ડર પ્રોટેક્શનના અધિકારીઓ રાયોટ ગિયર્સ અને શિલ્ડ સાથે જોવા મળ્યા હતા.
  • ડિફેન્સ ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે, તેઓ ઇગલ પાસમાં 250 સૈનિકોને મોકલશે જેથી તેઓ મિલિટરી પોલીસ, મેડિકલ પર્સનલ અને એન્જિનિયર્સને મદદ પુરી પાડી શકે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments