Tuesday, September 21, 2021
Homeઘરે બેઠા ઑનલાઇન બદલો તમારા SBIના ક્રેડિટ અને ડેબિટ કાર્ડની પિન, ફૉલો...
Array

ઘરે બેઠા ઑનલાઇન બદલો તમારા SBIના ક્રેડિટ અને ડેબિટ કાર્ડની પિન, ફૉલો કરો આ સ્ટેપ

આજના સમયમાં મોટાભાગના ક્રેડિટ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ કરે છે, પરંતુ કેટલીક વખત એવું થાય છે કે ઘણા બધા કાર્ડ હોવાને કારણે સામાન્ય રીતે કોઇ કાર્ડનો પિન ભૂલી જાય છે એવામાં પૈસા નિકાળવામાં તો સમસ્યા થાય છે જ પરંતુ સાથે સાથે બેંકના ચક્કર પણ લગાવવા પડે છે. આજે તમને જણાવીએ તમે SBI ના ક્રેડિટ અને ડેબિટ કાર્ડના પિનને કેવી રીચે જાતે બદલી શકો છો.
એના માટે સૌથી પહેલા તમે તમારી આસપાસના SBIના એટીએમમાં જાવ અને મશીનમાં તમારા કાર્ડને ઇન્સર્ટ અથવા સ્વાઇપ કરો. ત્યારબાદ તમને સ્ક્રીન પર પિન નાંખવાનો વિકલ્પ મળશે, જેમાં તમારા હાલના પિનને એન્ટર કરો અને પછી બેંકિંગના વિકલ્પને સિલેક્ટ કરો. અહીંયા તમને પિન ચેન્જનો ઓપ્શન જોવા મળશે, જેને સિલેક્ટ કરો અને ફરીથી કરન્ટ પિન નાંખો. ત્યારબાદ નવા પિનને નીચેના વિકલ્પમાં એન્ટર કરો. ત્યારબાદ સ્ક્રીન પર કન્ફર્મના વિકલ્પને સિલેક્ટ કરો, ત્યારબાદ તમને સ્ક્રીન પર ‘Your pin been changed successfully’ લખેલું જોવા મળશે.
જો એસબીઆઇ એટીએમ કાર્ડની પિન ચેન્જ કરવા ઇચ્છો છો તો સૌથી પહેલા SBIની ઑનલાઇન વેબસાઇટ onlinesbi.comને સર્ચ કરો અને અહીંયા તમારું યૂઝર નેમ અને પાસવર્ડ દ્વારા લોગઇન કરો. ત્યારબાદ e service ના વિકલ્પમાં જઇને એટીએમ કાર્ડ સર્વિસને પસંદ કરો. એ દરમિયાન તમને ઘણા પ્રકારના વિકલ્પ જોવા મળશે, જેમાંથી તમારે એટીએમ પીએન જનરેશન પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમને OTP અને પ્રોફાઇલ પાસવર્ડ પસંદ કરવાનો રહેશે. જો ઓટીપી સિલેક્ટ કરો છો તો તમને મોબાઇલ પર ઓટીપી આવશે, જેને એન્ટર કરીને સબ્મિટ પર ક્લિક કરો. ત્યારબાદ એસબીઆઇ અકાઉ્ટ નંબરને સિલેક્ટ કરીને કન્ટિન્યૂ પર ક્લિક કરો. ત્યારબાદ એ કાર્ડને પસંદ કરો જેની તમારી પિન બદલાવની છે અને સબ્મિટ વિકલ્પ પર ક્લિક કરો. ત્યારબાદ ન્યૂ પિન જનરેટનો વિકલ્પ જોવા મળશે, જ્યાં તમારે બે નંબર નાંખવાના છે, બાકી બે નંબર ઑટોજનરેટ થઇને તમારા નંબર પર મેસેજ દ્વારા મોકલવામાં આવશે, ત્યારબાદ 4 આંકડાના પિનને ન્યૂ પિન ઑપ્શનમાં નાંખો અને સબ્મિટ કરી દો.ત્યારબાદ મેસેજ દ્વારા તમને જાણકારી આપવામાં આવશે કે તમારી પિન જનરેટ થઇ ગઇ છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments