Tuesday, September 21, 2021
Homeઘર ખરીદનારને 1 એપ્રિલથી GSTમાં 7થી 11 ટકાનો ફાયદો
Array

ઘર ખરીદનારને 1 એપ્રિલથી GSTમાં 7થી 11 ટકાનો ફાયદો

બિઝનેસ ડેસ્ક. સરકારે તાજેતરમાં જાહેર કરેલા રિયલ એસ્ટેટમાં સુધારા મુજબ રહેણાક માટેની મિલકત પર જીએસટી દર 12 ટકાથી ઘટાડી 5 ટકા કરવામાં આવ્યો છે. જ્યારે અમદાવાદમાં જે ઘરનો કાર્પેટ એરિયા 90 મીટરથી નીચે હોય અને મકાનની કિંમત 45 લાખ નીચે હોય તેવા મકાનોને એર્ફોડેબલ હાઉસિંગ ગણીને 1 ટકા જીએસટી લાગશે. આ ઉપરાંત જેમણે મકાન બુક કરાવ્યું હોય પરંતુ પેમેન્ટ 1 એપ્રિલ પછી આપવાના હોય તો તેવા કિસ્સામાં 5 અથવા 1 ટકાના નવા નિયમ પ્રમાણે જીએસટી દર લાગુ પડશે. આમ ગ્રાહકોને નવા મકાનની ખરીદીમાં 7થી 11 ટકાનો ઘટાડાનો લાભ મળશે.

નવા નાણાકીય વર્ષમાં સર્વિસ પ્રોવાઇડર પણ 6 ટકા કમ્પોઝિશન સ્કીમનો લાભ લઇ શકશે. વેપારીઓ પણ કમ્પોઝિશન સ્કીમનો લાભ લઇ શકશે. વેપારી માટે કમ્પોઝિશન સ્કીમની લિમિટ રૂ. 1 કરોડથી વધારી રૂ. 1.5 કરોડ કરવામાં આવી છે. આ ઉપરાંત વેપારીઓ માટે મુક્તિ મર્યાદા રૂ. 40 લાખ કરાતા મોટા ભાગના વેપારીઓ કે જેઓ રૂ. 40 લાખની અંદર આવતા હોય તેમને જીએસટી નંબર લેવો નહીં પડે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments