Wednesday, September 22, 2021
Homeઘર ચલાવવા માટે ઘરેણાં ગીરવે મૂકવા મજબૂર છીએ
Array

ઘર ચલાવવા માટે ઘરેણાં ગીરવે મૂકવા મજબૂર છીએ

નવી દિલ્હીઃ કેશ સંકટનો સામનો કરી રહેલી જેટ એરવેઝના પાયલોટે શુક્રવારે કહ્યું કે 3 મહીનાથી વેતન ન મળવાને કારણે તેઓ આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યાં છે. પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે પાયલટ જવેલરી ગીરવે મૂકીને લોન લેવા મજબૂર થઈ ગયા છે.

એરલાઈન અચાનક બંધ થવાનો ડરઃ પાયલટ્સ

પાયલટ્સનું કહેવું છે કે હાલમાં કાર અને ઘરની લોનનો હપ્તો ચૂકવવો મુશ્કેલ થઈ ગયો છે. તેની સાથે જ એરલાઈનના એન્જિનિયર અને બીજા સેગમેન્ટના કર્મચારીઓને જાન્યુઆરી મહીનાથી સેલેરી મળી નથી.

પાયલટ્સે કહ્યું કે અમારી બંધાની આર્થિક જવાબદારીઓ છે. અમને ડર છે કે એરલાઈન અચાનક જ ઠપ થઈ શકે છે. પાયલટ્સે આ મામલે જણાવ્યું છે કે 31 માર્ચ સુધીમાં તેમને બાકીની ચૂકવણી કરવામાં આવે અને એરલાઈનના ભવિષ્યને લઈને સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવે. આમ ન થયું તો ફલાઈટ્સ બંધ કરી દઈશું.

બાળકોની સ્કૂલ ફીસ ચૂકવવાના પૈસા નથીઃ પાયલટ

કો-કમાન્ડર રેન્કના એક પાયલટે ન્યુઝ એજન્સીને જણાવ્યું કે એપ્રિલમાં બાળકોની ત્રિમાસિક સ્કૂલ ફીસ જમા કરાવવાની છે પરંતુ ઘરેણા કે કાર ગીરવે મૂકીને ફીસ ભરવી શકય નથી. બીજી એરલાઈનમાં નોકરીની અરજી કરી છે. પરંતુ ઈન્ડસ્ટ્રીની હાલતને જોતા સુરક્ષિત નોકરી મેળવવામાં સમય લાગી શકે છે.

પાયલટ્સના યુનિયન નેશનલ એવિએટર્સ ગિલ્ડે પ્રધાનમંત્રી કાર્યાલય અને નાગરિક ઉડ્યન મંત્રી સુરેશ પ્રભુને દખલની અપીલ કરી છે. આ પહેલા પાયલટ્સ શ્રમ મંત્રાલયને પણ ચિઠ્ઠી મોકલાવી ચૂક્યા છે.

જેટ એરવેઝના હાલ 1,900 પાયલોટ્સ ઓન રોલ છે. બીજી એરલાઈન તેમને લોભામણી જાહેરાતો આપીને તોડવાની કોશિશિ કરી રહી છે. ન્યુઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે 20 માર્ચે જેટના 260 પાયલટ સ્પાઈસજેટમાં નોકરી માટે અરજી કરી ચૂક્યા છે. તેમાં 150 સિનિયર કમાન્ડર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments