ઘૂસણખોરી વધારવા માટે LOC પર રોબોટિક હથિયારોનો ઉપયોગ કરશે પાકિસ્તાન

0
16

નવી દિલ્હીઃ કાશ્મીર ઘાટીમાં ભારતીય સેના દ્વારા આંતકીઓ માટે ચલાવાઈ રહેલા ઓપરેશનથી પાકિસ્તાનમાં બેસેલા આકાઓમાં ફફડાટ મચી ગયો છે. જેથી આંતકવાદ ફેલાવવાનાં હેતુથી પાકિસ્તાન હવે નવી યોજના બનાવામાં લાગી ગયુ છે. પાકિસ્તાની ગુપ્ત એજન્સી ISI અને આતંકી સંગઠન હવે ડરને કારણે ભારત-પાકિસ્તાન બોર્ડરની લાઈન ઓફ કન્ટ્રોલ પર રિમોટથી ચાલતા હથિયારોને તહેનાત કરવાનાં પ્રયાસ કરી રહ્યા છે.

પાકિસ્તાન તુર્કી પાસેથી વેપન સિસ્ટમ ખરીદશે
  • પાકિસ્તાન ગુપ્ત એજન્સી ISI અને તેની આર્મીએ રોબોટિક હથિયારોને લાઈન ઓફ કંટ્રોલ એટલે કે LOCનાં પેલે પાર તહેનાત કરવા માટે એક મોટી યોજના તૈયાર કરી છે. ભારતીય સુરક્ષા એજન્સીઓએ પાકિસ્તાનનાં આ પ્લાનને ડિકોડ કર્યો છે. પાકિસ્તાન આવનારા દિવસોમાં મોટી સંખ્યામાં 12.7 રિમોટ કંટ્રોલથી ચાલનારી વેપન સિસ્ટમને તુર્કીથી ખરીદી રહ્યો છે.
  • સૂત્રો પ્રમાણે, પાકિસ્તાન આંતકીઓને ઘૂસણખોરી કરવા માટે ઉપયોગમાં લેવાતા નદી-નાળામાં આ હથિયારો ગોઠવી શકે છે. જો કે ભારતીય સુરક્ષા એજન્સીઓ પણ આંતકીઓનાં ઘૂસણખોરીનાં પ્રયાસ દરમિયાન જ તેમને ઠાર કરી દે છે.
ભારતીય સુરક્ષા એજન્સીથી પાકિસ્તાનમાં ફફડાટ
  • ભારતીય સુરક્ષા એજન્સીઓ આંતકીઓને ઠાર કરવાની સાથે આંતકીઓને ઘૂસણખોરી કરાવતી મુજાહિદ બટાલિયન અને સ્પેશયલ સર્વિસ ગ્રુપ જેવી એજન્સીઓને પણ નિશાનો બનાવે છે. આ જ કારણે હવે પાકિસ્તાની આકાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. આ જ ડરથી તેઓ તુર્કીથી મંગાવેલા હથિયારોને સરહદ પર તહેનાત કરવાનો પ્લાન બનાવી રહ્યા છે, જેમાં ન તો પાકિસ્તાની સેના હશે ન તો કોઈ આંતકી સમૂહ.
  • મળતી માહિતી પ્રમાણે પાકિસ્તાની ગુપ્ત એજન્સીઓ ISI લાઈન ઓફ કંટ્રોલની પેલે પાર ભારતીય સુરક્ષા બળોને નિશાન બનાવવા માટે સેટેલાઈટ ગાઈડેડ મોર્ટારને લગાડવામાં લાગી ગયુ છે.
  • આ પ્રકારનાં મોર્ટારનો ઉપયોગ પહેલા પાકિસ્તાની સેનાએ ક્યારેય નથી કર્યો. આ મોર્ટાર ભારતીય સુરક્ષા બળોનાં બંકરને નિશાન બનાવી શકે છે. જો કે આ પ્રકારનાં હથિયારોનો ઉપયોગ કરવામાં ચીન, સિંગાપુર અને અમેરિકા મોખરે છે.
  • પાકિસ્તાને આ વર્ષે પણ ભારતીય સુરક્ષા બળો પર હુમલો કરવા માટે એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલનો ઉપયોગ કર્યો હતો. પાકિસ્તાને ઘણી વખત ભારતીય સુરક્ષા બળો પર હુમલો કરવા માટે LOCને પેલે પાર 120 એમએમ મોર્ટારનો ઉપયોગ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here