Wednesday, September 22, 2021
Homeચંકી પાંડેનો ખુલાસો, અનન્યા અમારી હનીમૂન બેબી, લગ્નના 9 મહિના બાદ જન્મી...
Array

ચંકી પાંડેનો ખુલાસો, અનન્યા અમારી હનીમૂન બેબી, લગ્નના 9 મહિના બાદ જન્મી હતી

મુંબઈઃ બોલિવૂડ એક્ટર ચંકી પાંડે-ભાવના પાંડેની દીકરી અનન્યા પાંડે ‘સ્ટૂડન્ટ ઓફ ધ યર 2’થી બોલિવૂડ ડેબ્યૂ કરી રહી છે. ચંકી તથા ભાવનાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે અનન્યા તેમની હનીમૂન બેબી છે. તેમણે જાન્યુઆરી, 1998માં લગ્ન કર્યાં હતાં અને ઓક્ટોબર, 1998માં અનન્યાનો જન્મ થયો હતો.

લગ્નના 9 મહિના અને 16 દિવસ બાદ અનન્યા જન્મ થયો હતો
ભાવનાએ કહ્યું હતું, ‘મને બરોબર યાદ છે કે અનેક લોકો મારી પ્રેગ્નન્સી લગ્ન પહેલાંની છે કે પછીની તે જાણવા માટે મહિના તથા દિવસની ગણતરી કરતા હતાં. જોકે, અનન્યા અમારા લગ્નના 9 મહિના અને 16 દિવસ બાદ જન્મી હતી. આ ઘણો જ અજીબ સંયોગ છે કે ચંકી પોતાના પેરેન્ટ્સના લગ્નના 9 મહિના ને 16 દિવસ બાદ જન્મ્યો હતો અને હું પણ મારા પેરેન્ટ્સના લગ્નના 9 મહિના અને 16 દિવસ બાદ જન્મી હતી.’ 20 વર્ષીય અનન્યા સિવાય ચંકી-ભાવનાને 15 વર્ષીય દીકરી રાયસા છે.

જન્મ પહેલાં જ દીકરી આવશે તે ખબર હતી
ભાવનાએ કહ્યું હતું, ‘અનન્યા જ્યારે પેટમાં હતી ત્યારે જ ખ્યાલ આવી ગયો હતો કે દીકરી જ થશે. તે સમયે ગર્ભમાં રહેલાં બાળકનું લિંગ પરીક્ષણ કરાવી શકતા હતાં અને તેથી મેં અમેરિકા જતા પહેલાં ડોક્ટરને આ અંગે પૂછ્યું હતું અને તેમણે દીકરી થશે તેમ કહ્યું હતું.’ ભાવનાએ આગળ કહ્યું હતું કે તેણે માત્ર એટલા માટે જ પૂછ્યું હતું કે તે બાળકના કપડાં તથા રૂમ ડેકોરેશનનો સામાન ખરીદી શકે. જ્યારે ભાવનાને પૂછવામાં આવ્યું કે અનન્યા નામ કોણે રાખ્યું? તો તેણે જવાબ આપ્યો હતો કે દીકરીનું નામ બંનેએ સાથે મળીને રાખ્યું હતું.

દાદીની ઈચ્છા ડોક્ટર બનાવવાની હતી
ભાવનાના મતે, ચંકીના માતા ડોક્ટર સ્નેહલતા પાંડે પૌત્રી અનન્યાને ડોક્ટર બનાવવા ઈચ્છતા હતાં. તે રોજ સવારે અનન્યાને ઉઠાડતા અને કહેતા કે ડો. પાંડે બહાર પેશન્ટ્સ રાહ જોઈ રહ્યાં છે. જોકે, અનન્યા દર વખતે કહેતી કે તે ક્યારેય ડોક્ટર બનવા માંગતી નથી. ચંકી તથા ભાવનાએ કહ્યું હતું કે અનન્યાને જોઈને તેમને ખ્યાલ આવી ગયો હતો કે તે એક્ટ્રેસ જ બનશે. અનન્યા એક્ટર શાહરૂખની દીકરી સુહાના તથા સંજય કપૂરની દીકરી શનાયા સાથે બર્થડે પાર્ટીમાં બોલિવૂડ સોંગ્સ પર ડાન્સ કરતી હતી. આ સિવાય ક્યારેક વેકેશનમાં તો ક્યારેક ડિનર ટેબલ પર અનન્યાએ પેરેન્ટ્સ આગળ એક્ટ્રેસ બનવાની ઈચ્છા પ્રગટ કરી હતી.

કેવી રીતે મળી ‘સ્ટૂડન્ટ ઓફ ધ યર 2’
જ્યારે ચંકી તથા ભાવનાને પૂછવામાં આવ્યું કે અનન્યાને કેવી રીતે પહેલી ફિલ્મ મળી? તો તેમણે કહ્યું હતું કે અનન્યાએ કોલેજ જવાનું શરૂ કર્યું હતું અને આ સમય દરમિયાન કરને ‘સ્ટૂડન્ટ ઓફ ધ યર 2’ના ઓડિશન શરૂ કર્યાં હતાં. અનન્યાએ પણ ફિલ્મના ડિરેક્ટર પુનિત મલ્હોત્રા આગળ ઓડિશન આપ્યું હતું. થોડા મહિના બાદ તેઓ પેરિસમાં હતાં, ત્યારે તેમને સમાચાર મળ્યાં કે ફિલ્મ માટે અનન્યાને કાસ્ટ કરવામાં આવી છે. તેમના માટે આ સૌથી સારા ન્યૂઝ હતાં. તે સમયે અનન્યા કોલેજના ફાઈનલ યરમાં હતી.

10 મેએ ફિલ્મ રિલીઝ થશે
કરન જોહરના ધર્મા પ્રોડક્શન હેઠળ બનેલી આ ફિલ્મ 10 મેના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં અનન્યા સિવાય તારા સુતરિયા પણ બોલિવૂડ ડેબ્યૂ કરી રહી છે. ટાઈગર શ્રોફ લીડ રોલમાં છે. આ સિવાય સમીર સોની, અભિષેક બજાજ, ફરિદા જલાલ તથા મનોજ પહવા પણ છે. ફિલ્મના ‘હુકઅપ’ સોંગમાં આલિયા ભટ્ટ સ્પેશિયલ અપીયરન્સમાં જોવા મળી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments