Wednesday, September 22, 2021
Homeચંદ્રબાબુએ કહ્યું- પ્રશાંત કિશોર બિહારી ડાકુ, KCR રાજનીતિના ગુનેગાર
Array

ચંદ્રબાબુએ કહ્યું- પ્રશાંત કિશોર બિહારી ડાકુ, KCR રાજનીતિના ગુનેગાર

નવી દિલ્હીઃ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ ટ્વીટ કરીને JDUના ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોરને આડે હાથે લીધા છે. તેમણે કહ્યું કે બિહારી ડાકુએ આંધ્રપ્રદેશમાં લાખો લોકોનાં વોટ કપાવ્યા છે. બીજી બાજુ ચંદ્રબાબુએ તેલંગાણા ના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ પર આરોપ લગાવ્યો છે. તેમણે ઓંગોલમાં કહ્યું કે, તેઓ કોંગ્રેસ અને TDPના ધારાસભ્યો ને તેમની બાજુ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

હું નાયડુની બેબુનિયાદ વાતોથી હેરાન નથીઃ પ્રશાંત કિશોર

1.હાર અનુભવી નેતાઓને પણ હેરાન કરી શકે છે. હું એન ચંદ્રબાબુ નાયડુની વાતોથી હેરાન નથી. સાહેબજી, અપમાનજનક ભાષાનો ઉપયોગ બિહાર માટેના તમારા દ્ધેષને બતાવે છે. તમે હવે એ વાત પર જોર આપો કે આંધ્રપ્રદેશની જનતા તમને બીજી વખત કેમ ચૂંટે?
જનસેના પાર્ટીની ત્રીજી યાદી જાહેર

2.આંધ્રપ્રદેશમાં જન સેના પાર્ટીએ 13 વિધાનસભા અને 1 લોકસભા બેઠક માટે ઉમેદવારોની ત્રીજી યાદી પણ જાહેર કરી દીધી છે. આચારસંહિતા લાગુ થયા પછી ચૂંટણી પંચની ટીમ આજે સોશયલ મીડિયાનાં પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરશે. આ દરમિયાન સોશયલ મીડિયા પર કન્ટેન્ટ અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments