Thursday, October 21, 2021
Homeચરબીના થર ઓગાળશે આ ચૂરણ, ઘરે બનાવીને નિયમિત કરો સેવન
Array

ચરબીના થર ઓગાળશે આ ચૂરણ, ઘરે બનાવીને નિયમિત કરો સેવન

એક્સરસાઇઝ, યોગા અને ડાયેટ બધુ જ અજમાવી ચુક્યાં છો? આટલું બધું કરવા છતાં જો પેટની ચરબી ઓછી ન થતી હોય તો તેનો એક ઉપાય અમે તમને જણાવવા જઇ રહ્યાં છીએ. પેટ પરની ચરબી દૂર કરવા માટે તમારે એક ચૂરણનું સેવન કરવાનું રહેશે. આ ચૂરણ ત્રણ ઔષધિઓની મદદથી બને છે. ચાલો જાણીએ કેવી રીતે બનશે આ ચૂરણ…

આ ત્રણ ઔષધિ કરશે મોટાપો અને પેટની ચરબી ને દૂર

અળસી

અળસી નું સેવન પેટની ચરબીને ઓછી કરવામાં મદદ કરે છે. અળસીમાં ઓમેગા 3 ફેટી એસિડ અને ફાયબર ભરપૂર માત્રામાં મળી આવે છે. આ માટે તમારે અળસી ના બીજને પાંચ મિનિટ સુધી ગરમ કરવા પડશે.

જીરું

મિત્રો જીરું પણ એક બેસ્ટ આયુર્વેદિક ઔષધિ છે, સુકવેલું જીરું લઈ કે પછી તેને તડકામાં સુકાવી ને તેનું દરરોજ સેવન કરો. જે મેટાબોલિઝમને બુસ્ટ કરે છે અને ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરે છે. જેનાથી ચરબી ઘટે છે.

અજમો

જે લોકોને પેટ માં ગૅસ અને પેટ પર જામેલી ચરબી દેખાઈ તેવો એ અજમાં નું સેવન કરવું જોઈ જે પેટ માટે ઘણો ફાયદાકારક હોય છે.

આ રીતે બનાવો આ 3 ઔષધિઓનું ચૂરણ

મિત્રો પેટ ની વધારાની ચરબી ને દૂર કરવા અને વજન ઘટાડવા માટે સૌપ્રથમ તમારે 3 ચમચી અળસીના બીજ, 2 ચમચી જીરું, 2 ચમચી અજમો લેવાનો છે. અને ખાસ કે અળસીના બીજ સુકાયેલા હોવા જોઈએ. આ ત્રણેયને સારી રીતે મિક્સ કરી પીસી લેવાના છે. જેથી તમારું ચૂરણ તૈયાર થઈ જશે. હવે તેને ચાળી લેવાનું છે.

આ રીતે કરો ચૂરણનું સેવન

આ ચૂરણ ના સેવન કરવા માટે એક વાતનું ધ્યાન રાખવું કે તમારે જમ્યા પછી અને પહેલા નવશેકુ પાણી જ પીવાનું છે. અને આખો દિવસ પણ પર્યાપ્ત માત્રામાં પાણી પીવાનું છે. હવે એક ચમચી ચૂરણને નવશેકા પાણીમાં નાખી અને આ પાણી ને રોજ નાસ્તો કરતા પહેલા લેવાનું છે. આમ કરવાથી પેટની ચરબી દસ દિવસમાં જ ઓછી થઈ જશે. એક ચમચી ચૂરણ સવારે નાસ્તા પહેલા અને રાત્રે જમવા પહેલા લેવાની છે. ચૂરણ લેતા સમયે તમારે ઠંડી વસ્તુનું સેવન કરવું પડશે. કારણ કે અળસી ખાવામાં ગરમ હોય છે. જો તમને આમાંથી કોઈ વસ્તુ ખાવાથી સમસ્યા છે તો આ ચૂરણનું સેવન ન કરો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments