ચહેરાની સુંદરતાથી લઈને વજન ઘટાડવામાં ઉપયોગી છે અજમો, સાથે જ અનેક બિમારીઓમાં છે રામબાણ ઇલાજ

0
53

દરેકના રસોડામાં અજમો તો હોય છે. ઘણી વાનગીઓ બનાવવામાં એનો ઉપયોગ થાય છે. સ્વાદમાં ઉમેરો કરતા અજમામાં ઘણાં ઔષધિય ગુણો રહેલા છે.

  • જેમને ડાયજેશનનો પ્રોબ્લેમ હોય તેમને અજમો ખાવાની સલાહ આપવામાં આવે છે અને તેને ખાવાથી અપચો મટી જાય છે. આવું તેનામાં રહેલાં એન્ટિઓક્સીડન્ટને લીધે થાય છે.
  • અજમાને સંચળમાં મિક્સ કરીને હુંફાળા ગરમ પાણી સાથે ખાવાથી પેટની તકલીફો જેવી કે ગભરામણ અને એસિડીટીમાં રાહત થાય છે.
  • વજન ઘટાડવા માટે તમારે અજમો ખાવો જોઈએ. ખાલી પેટ અજમાનું પાણી પીવાથી વજન ઉતરે છે.
  • શિયાળામાં આબાલવૃદ્ધ બધાને શરદી-ખાંસી થઇ જાય છે. આવામાં અજમાને પાણીમાં ઉકાળીને પીવાથી શરદી-ખાસી જલદી મટે છે.
  • અજમાનું અડધો કપ પાણી મધમાં મિક્સ કરીને પીવાથી સંધિવામાં રાહત થાય છે અને સાંધાનો દુખાવો ઓછો થાય છે.

  • પેઢાનો સોજો કે દુખાવો હોય તો અજમાના પાણીથી કોગળા કરો. એનું ચૂર્ણ બનાવીને આંગળીથી પેઢા પર ઘસો.
  • ચહેરાની સુંદરતા વધારવા માટે અજમાની પેસ્ટને ચહેરા પર લગાવો. એનાથી ખીલ મટી જશે.
  • ડાયાબિટીસના દર્દીઓએ રોજે ખાલી પેટ એક ચમચી અજમો ખાવો જોઈએ. ધીમે ધીમે આ તકલીફથી છુટકારો મળી જશે.
  • સ્ત્રીઓએ માસિકમાં થતી તકલીફોથી બચવા માટે દિવસમાં બે વખત ઓછામાં ઓછી એક ચમચી અજમો પાણી સાથે લેવો જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here