Tuesday, December 7, 2021
Homeચાંદની રાતમાં વિરાટને મળ્યો અનુષ્કાનો સાથ, ન્યૂઝીલેન્ડમાં વિરુષ્કા થયાં રોમેન્ટિક
Array

ચાંદની રાતમાં વિરાટને મળ્યો અનુષ્કાનો સાથ, ન્યૂઝીલેન્ડમાં વિરુષ્કા થયાં રોમેન્ટિક

ક્રિકેટમાં સફળતાના શિખરો સર કરી રહેલો વિરાટ કોહલી મેદાનની બહાર નાની-નાની ચીજોમાં ખુશીઓ શોધે છે. એ ખુશી ભલે પછી પત્ની અનુષ્કા શર્મા સાથે ચાંદની રાતમાં બેંચ પર બેસીને હોય કે રોજર ફેડરર સાથે ક્રિકેટ પર ગપ્પા મારવાના હોય.

કોહલી અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા માટે ભારતમાં પ્રશંસકોની મોટી સંખ્યાના કારણે આ બધું કરવું શક્ય નથી. ન્યૂઝીલેન્ડજેના સુંદર દેશમાં એ પત્ની સાથે લાંબા વોક પર જવા અને કુદરતની સુંદરતા નિહારવાની પૂરી મજા લઇ રહ્યો છે.

કોહલીએ એક મીડિયોને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું, ‘હું અને મારી પત્ની સામાન્ય ચીજો કરવાનું પસંદ કરીએ છીએ. જેમ કે લોન્ગ વોક પર જવું.’ એમને કહ્યું ‘જો અમે નેપિયર જેવી જગ્યા પર છીએ, જે આટલી સુંદર છે તો એક રાત અમે મરીન પરેડ ગયા જ્યાં બેંચ પર બેસીને ચાંદની રાતની મજા લીધી અને બસ વાતો કરતા રહ્યા.’

વિરાટે કહ્યું, ‘અમને નાની નાની ચીજોની મજા લઇએ છીએ, કારણ કે અમે હંમેશા લોકોની નજરોમાં રહીએ છીએ. અમને આવી રીતને ક્ષણો મળતી જ નથી, તો જ્યારે પણ સમય મળે છે અમે એની મજા માણીએ છીએ.’ તાજેતરમાં જ કોહલી અને અનુષ્કા ઓસ્ટ્રેલિયાઇ ઓપનમાં રોજર ફેડરરને મળ્યા અને ફેડરરને ગત મુલાકાત પણ યાદ હતી. કોહલીએ કહ્યું, ‘અદ્ભુત, હું એમને પહેલા પણ મળ્યો છું પરંતુ એમને મને યાદ રાખ્યો.વાહ.’

વિરાટે કહ્યું કે, ‘થોડાક વર્ષો પહેલા એક પ્રદર્શન મેચ દરમિયાન હું એમને સિડનીમાં મળ્યો, મને લાગ્યું વાહ હું એમને યાદ છું. હું વ્યક્ત કરી શકતો નથી કે કેટલી ખુશી થઇ. હું બાળપણથી એમને રમતા જોઇ રહ્યો છું. એ મહાન ખેલાડી અને વ્યક્તિ છે.’

જણાવી દઇએ કે ટીમ ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે બે ઓવલ ખાતે પાંચ વનડે મેચોની સીરીઝની બીજી વનડે રમાઈ ગઇ. ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરી ચાર વિકેટના નુકસાન પર 324 રન બનાવ્યા અને મેજબાનને 325 રનનો ટાર્ગેટ આપ્યો. જોકે ન્યુઝીલેન્ડ આ ટાર્ગેટ સુધી પહોંચી ન સકતા માત્ર 234 પર આખી ટીમ ઓલઆઉટ થઈ ગઈ . આ સાથે ભારતે સીરીઝમાં 2/0ની લીડ લીધી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments