ચાર ચાર બંગડી પર એક દિવસનો સ્ટે લંબાવાયો, કિંજલે હાઈકોર્ટમાં પડકારતાં બુધવારે સુનાવણી

0
23

અમદાવાદ: ગાયિકા કિંજલ દવે ને કોમર્શિયલ કોર્ટે ચાર ચાર બંગડીવાળી ગાડી ગીત ન ગાવા 4થી જાન્યુઆરીએ કોર્ટે આદેશ કર્યો હતો. કોપી રાઈટના કેસમાં આજે સુનાવણી કોમર્શિયલ કોર્ટ ધરાઈ હતી અને વધુ એક દિવસનો સ્ટે અપાયો હતો. કિંજલે કોપી રાઈટના કેસને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો. તેની સુનાવણી કાલે હાથ ધરાશે. કાઠિયાવાડી કિંગ નામે જાણીતા કાર્તિક પટેલે કોપી રાઈટ કેસ હતો.

યુટ્યુબથી ગીત હટાવી લેવાયું

કિંજલને કોર્ટે પ્રોગ્રામોમાં ગીત ન ગાવા  અને  ઈન્ટરનેટ પ્લેટફોર્મ પરથી ગીત હટાવી લેવા જણાવ્યું હતું. ગીતને અન્ય કોઈને વેચવામાં ન આવે તેવો આદેશ પણ કરાયો છે. 5મી જાન્યુઆરીએ બપોરે તેનું યુટ્યુબ પરનું ગીત હટાવી લેવામાં આવ્યું હતું.

યુટ્યુબ અપલોડના એક મહિનામાં કિંજલે ગીત ગાયુ
ઓસ્ટ્રેલિયામાં રહેતા કાઠિયાવાડી કિંગના નામે ઓળખાતા કાર્તિક પટેલે દાવો કર્યો છે કે ગીત તેણે લખ્યું છે અને ગાયું છે. કિંજલે તેની નકલ કરી છે.
તેની કંપનીએ કોપીરાઈટ એક્ટ અંતર્ગત કહ્યું હતું કે, તેણે ગીત બનાવી તેનો વીડિયો 2016માં યુટ્યુબ પર અપલોડ કર્યો હતો.
તેના એક મહિના પછી થોડા ફેરફાર કરીને કિંજલે ગીત ગાયું અને ઓક્ટોબર-16માં યુટ્યુબ પર વીડિયો અપલોડ કર્યો.
નકલથી તેને ઘણાં લાભો થયા અને ચાહના મળી. ગીત રચનારને જરાય ક્રેડિટ કે ચાહના મળી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here