Monday, October 18, 2021
Home‘ચાર બંગડીવાળી ગાડી’ શબ્દ પર કોઈની મોનોપોલી નથી, કિંજલે કર્યા આ દાવાઓ
Array

‘ચાર બંગડીવાળી ગાડી’ શબ્દ પર કોઈની મોનોપોલી નથી, કિંજલે કર્યા આ દાવાઓ

ચાર બંગડી વાળી ગીતના કોપીરાઈટ વિવાદ મામલે ગાયિકા કિંજલ દવેએ કોમર્શિયલ કોર્ટમાં જવાબ રજૂ કર્યો છે. કિંજલે તેના પર લાગેલા તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. કાર્તિક પટેલે આ ગીત કમ્પોઝ કર્યું હોવાનો દાવો કર્યો છે. પરંતુ આ મુદ્દે કોઈ પુરાવા રજૂ કર્યા નથી.

ત્યારે કિંજલ દવેએ કાર્તિક પટેલ પર ગીત પાઇરસી કરવાનો આક્ષેપ કર્યો છે અને ચાર બંગડીવાળી ગીતના મૂળ ગીતકાર મનુભાઈ રબારી હોવાનું કિંજલે જવાબમાં કહ્યું છે. કિંજલના મતે મનુભાઈ રબારીએ આ ગીત કાર્તિક પહેલા ગાયું હતું. તેણે એમ પણ કહ્યું છે કે ચાર બંગડીવાળી ગાડી શબ્દ પર કોઈની મોનોપોલી નથી.

જણાવી દઇએ કે ગુજરાતી સીંગર કિંજલ દવેને જે ગીતના કારણે ઓળખ મળી તે ચાર ચાર બંગડી વાળી ગાડી ગીત ફરી એક વખત તે જાહેર કાર્યક્રમમાં ગાઈ શકશે. કોપી રાઈટ વિવાદને લઈને આ ગીત ગાવા પર અમદાવાદના કોમર્શીયલ કોર્ટે સ્ટે મુક્યો હતો. જોકે આ સ્ટેને ગુજરાત હાઈકોર્ટે રદ કર્યો છે. અને હવે તે જાહેર કાર્યક્રમમાં ચાર ચાર બંગડી વાળી ગીતને ગાઈ શકશે.

ગુજરાત મુળના અને ઓસ્ટ્રેલિયામાં વસતા કાઠિયાવાડી કિંગે તે ગીત પોતે રચ્યુ અને તેને ગાયુ હોવાનો દાવો કર્યો હતો. આ ગીતને કિંજલ દવેએ થોડા ઘણા સુધારા કરીને ફરીથી ગાયુ અને તે હવે લોકપ્રિય બન્યુ હોવાનો દાવો પણ કાઠિયાવાડી કિંગે કર્યો હતો.

આમ કિંજલ દવેએ કોપીરાઈટનો ભંગ કર્યો હોવાના આક્ષેપ સાથે કાઠિયાવાડી કિંગના વકીલે અમદાવાદની કોમર્શિયલ કોંર્ટમાં અરજી કરી હતી. આ અરજી બાદ કોમર્શિયલ કોર્ટે કિંજલ દવેને આગામી સુનાવણી સુધી ગીત ગાવા પ્રર પ્રતિબંધ લગાવ્યો હતો. બીજી તરફ કિંજલ દવેએ આ મામલાના હાઈકોર્ટમાં પડકાર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments