Wednesday, September 22, 2021
Homeચાહકો માટે એ.આર.રહેમાન માર્વેલ એન્થમને ત્રણ ભારતીય લેન્ગવેજમાં રિક્રિએટ કરશે
Array

ચાહકો માટે એ.આર.રહેમાન માર્વેલ એન્થમને ત્રણ ભારતીય લેન્ગવેજમાં રિક્રિએટ કરશે

બોલિવૂડ ડેસ્ક: ઓસ્કર વિજેતા સંગીતકાર એ.આર રહેમાનને માર્વેલ ઇન્ડિયાએ ફિલ્મ એવેન્જર્સ એન્ડગેમનું એન્થેમ ભારતીય ભાષાઓમાં બનાવવા માટે સિલેક્ટ કર્યા છે. રહેમાન આ એન્થમને હિન્દી, તમિલ અને તેલુગુ ભાષામાં રિક્રિએટ કરશે.

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વીટ કરીને આ ન્યૂઝ આપ્યા છે. આ એન્થમ 1 એપ્રિલના રોજ રિલીઝ થશે.

રહેમાને આ એન્થમ વિશે કહ્યું કે મારા પોતાના પરિવારમાં જ માર્વેલના ઘણા ચાહકો છે. એવેન્જર્સ માટે ખરેખર સંતોષકારક અને યોગ્ય કંઈક આપવા માટે મારા પર પણ દબાણ છે. મને આશા છે કે હું માર્વેલના ચાહકોના દિલ જીતી શકીશ.

એવેન્જર્સ:એન્ડગેમ ફિલ્મ 26 એપ્રિલના રોજ રિલીઝ થવાની છે.

 

 

 

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments