ચા નો સ્વાદ વધારે છે આદુ, પરંતુ થઇ શકે છે આ પરેશાનીઓ

0
61

શિયાળામાં ઠંડીથી બચવા માટે આદુની ચા બનાવીને પીવે છે. આદુની ચાનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ તમે દરરોજ એનું સેવન કરો છો તો તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે.

બળતરા
આદુની ચાનું વધારે સેવન કરવાથી તમારી પાચનક્રિયા ખરાબ થઇ શકે છે. એના પરિણામ સ્વરૂપ મોઢામાં બળતરા, ડાયરિયાની ફરીયાદ થાય છે. વાસ્તવમાં એનાથી એસિડનું નિર્માણ થાય છે. જેનાથી એસિડીટી થાય છે.

લોહી પાતળુ
લોહી પાતળુ કરનારી કોઇ પણ દવા સાથે આદુનું સેવન કરવું જોઇએ નહીં. એમાં આઇબ્રૂફિન અને એસ્પ્રિન જેવી દવાઓ સામેલ છે. આદુની જડ બ્લડ પ્લેટલેટ્સની સાથે વધારે કરે છે, જેના ફળસ્વરૂપ હીમોગ્લોબિન જામવા લાગે છે.

ઊંઘની સમસ્યા
એનું વધારે સેવન કરવાથી બેચેની અને ઊંઘ ના આવવાની સમસ્યા થઇ શકે છે. સૂતા પહેલા આદુની ચા પીવાથી બચવું જોઇએ કારણ કે એનાથી છાતીમાં બળતરા શરૂ થઇ જાય છે.

બેભાન
સર્જરી પહેલા આદુની ચા પીવી સારી માનવામાં આવતી નથી કારણ કે આદુ બેભાન માટે આપવામાં આવતી દવા સાથે પ્રતિક્રિયા કરે છે. કેટલાક ડોક્ટર સર્જરીથી ઓછામાં ઓછા એક સપ્તાહ પહેલા આદુની ચા નું સેવન બંધ કરવાની સલાહ આપે છે.

ગોલસ્ટોન
પિત્તની પથરીના દર્દી ડોક્ટરની સલાહથી જ આદુનું સેવન કરી શકો છો કારણ કે એનાથી સાઇડ ઇફેક્ટ થવાનું જોખમ વધી જાય છે. પિત્તની પથરીના દર્દીમાં પિત્તનું નિર્માણ ખૂબ દુઃખદાયક હોઇ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here