ચિકીત્સા ગુણોથી સમૃદ્ધ છે કેસર, મૂત્રાશયથી લઇને આંખોની સમસ્યામાં છે લાભકારક

0
27

કેસરના છે મોટા મોટા ફાયદાઓ. તમે આને વિભિન્ન વ્યંજનોમાં પણ નાખી શકો છો.  કેસરનું દૂધ પીવાથી શારીરિક શક્તિ વધે છે. એ તો લગભગ બધા જ જાણતા હશે. કેસર એક સુગંધ આપનાર પદાર્થ છે. કેસરને સેફ્રોન, જાફરાન અને કુમકુમ ના નામે ઓળખવામાં આવે છે. કેસરની ખેતી મોટાભાગે સ્પેઇન, ઇટાલી, ગ્રીસ, તુર્કીસ્તાન, ઈરાન, ચાઇના અને ભારતમાં થાય છે.

કેસરનું વૃક્ષ વિશ્વમાં સૌથી કીમતી છે. ભારતમાં સેફ્રોનનું ઉત્પાદન જન્નત-એ- કાશ્મીરના વિસ્તારમાં થાય છે. જાણો આના ફાયદાઓ…

* ઉપચાર માં આને ઉષ્ણવીર્ય, ઉત્તેજક, રક્તસ્ત્રાવજનક, દીપક, પાચક, વાત-કફ-વિનાશક અને વેદનાસ્થાપક માનવામાં આવે છે.

* પરંપરાગત રીતે માનવામાં આવે છે કે કેસર ચીકીત્સા ગુણોથી સમૃદ્ધ છે. પેટ સંબંધિત બીમારીઓના ઈલાજમાં કેસર ખુબજ ફાયદાકારક છે. અપચો, પેટમાં દુખાવો અને પેટમાં મચકોડ વગેરે જેવી સમસ્યાથી કેસર છુટકારો આપે છે.

* સેફ્રોનના ઉપયોગથી રૂપ અને સ્વાસ્થ્ય સુધરે છે.

* શુદ્ધ કેસર તેજસ્વી લાલ અને નારંગી રંગના રેશા વાળું હોય છે. સેફ્રોન ‘ક્રોકસ સેટ્ટીવમ’ નામના વૃક્ષની નાની નાજુક પાંખડીઓમાં હોય છે.

* ચંદનને કેસરની સાથે ઘસીને માથા પર લેપ લગાવવાથી મગજમાં શાંતિ મળે છે અને મગજ રીલેક્સ ફિલ કરે છે. આના લેપથી મગજ તેજ બને છે.

* મહિલાઓ માટે પણ આ ખુબ ફાયદાકારક છે, જેમ કે માસિક ચક્રમાં અનિયમિતતા અને ગર્ભાશયમાં સોજો વગેરે સમસ્યામાં કેસરનું સેવન ફાયદાકારક નીવડે છે.

* પેઢામાં આવેલ સોજો કે પેઢામાંથી નીકળતું લોહીને કેસર મટાડે છે. તથા મોઢાની અને જીભની સમસ્યા પણ દુર કરે છે.

* દૂધમાં કેસર નાખીને પીવાથી કાળી ચામડી દુર થઇ સફેદ ત્વચા બને છે.

* કેસર એકાગ્રતા, સ્મરણ શક્તિ અને રિકોલ ક્ષમતાને પણ વધારે છે.

* બાળકોને શરદી અને ફલૂની સમસ્યા હોય તો કેસર વાળું દૂધ પીવડાવવાથી શરદી અને ફલૂથી આરામ મળે છે.

* આયુર્વેદના અનુસાર કેસર કામશક્તિને વધારે છે. આ મૂત્રાશય, બરોળ, યકૃત (લીવર), મગજ અને આંખોની સમસ્યામાં લાભદાયી છે. બળતરાને દુર કરવાનો ગુણ પણ કેસરમાં જ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here