ચિદમ્બરમે કહ્યું- મોદી સરકારે એક દિવસમાં જેટલા કિમી હાઈવે બનાવ્યા, તેટલા યુપીએનાં સમયે બન્યા ન હતા

0
39

નવી દિલ્હીઃ કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી પી ચિદમ્બરમે શનિવારે ગંગાની સફાઈનાં પગલા ભરવા માટે NDA સરકારની પ્રશંસા કરી હતી. તેમણે નેશનલ હાઈવે બિલ્ડીંગ પ્રોગ્રામ અને યુપીએની આધાર યોજના આગળ લાવવા માટે પણ સરકારનાં વખાણ કર્યા હતા. ચિદમ્બરમે આ વાતોને તેમના પુસ્તક અનડોન્ટેડ સેવિંગ ધ આઈડિયા ઓફ ઈન્ડિયાને રિલીઝ કરતા સમયે કહી છે.

અયોગ્ય સરકાર પણ ક્યારેક યોગ્ય કામ કરી લે છેઃ ચિદમ્બરમ
ચિદમ્બરમના જણાવ્યાં પ્રમાણે, મને લાગે છે કે નેશનલ હાઈવે પ્રોગ્રામ સફળ થઈ રહ્યો છે. મોદી સરકાર પ્રત્યેક દિવસે રસ્તાઓનાં નિર્માણમાં લાગી ગઈ છે. મને લાગે છે આવનારી સરકાર પણ વધુમાં વધુ રસ્તાઓનું નિર્માણ કરશે કારણ કે હવે તે વ્યવસ્થા જ બની ગઈ છે. સૌથી અયોગ્ય સરકાર પણ ઘણાં યોગ્ય કામ કરે છે, જે દેશનાં ભલા માટે હોય છે. તેને કેવી રીતે નકારી શકાય? દરેક સરકાર એક સારું કામ તો કરે જ છે.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ 2018માં કહ્યું હતુ કે, સરકાર એક દિવસમાં 26 કીમી રસ્તાઓનું નિર્માણ કરી રહી છે. સરકારે 2017માં એક દિવસમાં 41 કિમી રસ્તાઓ બનાવવાનું લક્ષ્ય રાખ્યુ હતું.
ચિદમ્બરમે કહ્યું – સરકારે જીરો બેલેન્સ, નો ફ્રિલ એકાઉન્ટ ખોલ્યા અને તેને જન ધન નામ આપ્યુ છે. યુપીએનાં શાસનકાળમાં 34 કરોડ ખાતાઓ ખોલાયા અને NDAએ 35 કરોડ નવા ખાતા ખોલ્યા હતા. યુપીએ જ્યારે આધાર લોન્ચ કર્યુ તો ભાજપે કહ્યું હતું કે તે ખતમ થઈ જશે, પણ તેમને દયા દાખવતા આવુ કર્યુ ન હતું. કેન્દ્ર સરકારે ગેસ સિલિન્ડર પર આપવામાં આવતી સબસીડીને આધાર સાથે જોડીને સીધા લોકોનાં ખાતામાં પૈસા જમા કરાવ્યા હતા.
ગંગાની સફાઈ માટે તેમણે કહ્યું કે, હજુ ભલે પરિણામો આવ્યા નથી પરંતુ તેઓ દ્રઢતા સાથે પગલાં ભરી રહ્યા છે. યુપીએ સરકારે 5 વખત ગંગાની સફાઈ કરવાનાં પ્રયાસ કર્યા હતા પરંતુ તેમા સફળતા મળી ન હતી. પરંતુ આ વખતે સફળતા મળશે. મોદી સરકારનાં ગંગા સાફ કરવાનાં પ્રયાસો પર મને ગર્વ છે.
નોટબંધી, જીએસટી પર નારાજગી વ્યક્ત કરી
ચિદમ્બરમના મત પ્રમાણે, કેન્દ્ર સરકારે નોટબંધી કરીને મોટી સંખ્યામાં લોકો સાથે ખોટું કર્યુ છે જેનાથી તે ખુબ જ નારાજ છે. જીએસટીને ખરાબ રીતે લાગુ કરવાને કારણે વ્યાપારને મોટા પ્રમાણમાં નુકસાન થયુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here