ચીખલી તાલુકામા આવેલી આંગણવાડીમાં ફાયરસેફતી સિલિન્ડર વર્ષો જૂનાં તંત્ર ની લાપરવાહી 

0
37

ચીખલી તાલુકાની આંગણવાડી ઓમાં ફાયરસેફટી સિલોન્ડર ને રિફિલ કરવાની અવધિ પૂર્ણ થયા ને વર્ષો નો સમય વીત્યા હોવા છતાં તંત્ર દ્રારા આ બાબતે ગંભીરતા નહીં દાખવતાં તેમની લાપરવાહી ની પ્રતીતિ થઇ રહીં છે  પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં હજી પણ ફાયરસેફતી ના કાયદા ના અમલ માં લોલમલોલ જં ચાલતું હોવાનું જણાય રહ્યું છે ત્યારે કોઇ આગજન્ય દુર્ઘટના સર્જાય તો અગમચેતી ના ભાગ રૂપે તાલુકાની તમામ આંગણવાડીમાં ફાયરસેફતી સિલિન્ડરો તો આપવામાં આવ્યાં પરંતુ અત્રે ઉલ્લેખનીય ચોંકાવનારી વાત એ છે કે આ ફાયર સેફટીના સિલિન્ડરોને રિફિર કરાવવાની અવધિ પૂર્ણ થયા બાદ વર્ષો થી રિફિલ કે મેઇન્ટન્સ જં નહીં કરવામાં આવ્યા રિફિલ જ નહીં કરાતા આ સિલિન્ડર શોભાના ગાઠીયા સાબિત થઈ ગયા છે

 

ચીખલી તાલુકાની આંગણવાડી ઓમાં નાના બાંણકો જ અભ્યાસ કરે અને જો આગજન્ય બનાવ સર્જાય તો મોટી અફડાતફરી સર્જાવાની પૂરેપૂરી શક્યતા રહે છે આવાં સંજોગોમાં જો ફાયર સેફટીના સાધનો સજ્જ હોયતો આગ તરત જ કાબુમાં લઇ શકાય પરંતુ ફાયર સેફટીના સિલિન્ડરો ની જ સેફટી નહીં હોય ત્યારે આગ લાગે ત્યારે કૂવો ખોદવા નિકણે તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા મામ્યું છે.
વહીવટી તંત્ર ની જવાબદારી છે એ જ કચેરી ના અધિકારીઓ કાયદાના પાલન કરવામાંથી છટક બારી કરી રહ્યા છે આ સમયસર રિફિલ નહીં કરાયેલ સિલિન્ડરો ની  ગુણવત્તા કેટલી કોઈ આગજન્નય બનાવ ની ઘટના જો સર્જાઈ તો વહીવટીતંત્ર ના અધિકારીઓ જવાબદારી લેશે ખરા જેવાઅનેક સવાલો જાગૃત નાગરિકોમાં ઉઠવા પામ્યા છે માત્ર દેખાડા માટે મુકાયેલ આ ફાયર સેફટી સિલિન્ડરો ને રિફિલ કરાવવાનું મુહૂર્ત ક્યારે આવશે એ જોવું રહ્યું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here