Tuesday, September 28, 2021
Homeચીખલી તાલુકા માંથી સુપર હાઇવે એક્સપ્રેસ સરવે થતાં ભીલીસ્થાન અધ્યક્ષ પંકચ પટેલ...
Array

ચીખલી તાલુકા માંથી સુપર હાઇવે એક્સપ્રેસ સરવે થતાં ભીલીસ્થાન અધ્યક્ષ પંકચ પટેલ મામલતદાર ને આવેદનપત્ર આપશે

ચીખલી તાલુકાનાં દેગામ ખાતે શુક્રવાર નાં રોજ 11 વાગ્યે 6 થી 7 જેટલા અજાણ્યા માણસો હિન્દી ભાષા બોલતાં મહારાષ્ટ્ર પારસિંગ MH 15 EB  9590 બોલેરો ગાડીમાં આવીને દેગામ ખાતે માલિકીની ખેડૂત લોકોની જમીનમાં ડ્રોન કેમેરાથી જમીન સરવે કરી રહ્યાં હતાં જેમની જાણ આજું બાજુ ગામલોકોને થતાં સ્થળ પર લોકોનું ટોળું ઉંમટ્યું હતું સ્થળ પર સરવે કરવા આવેલાં અધિકારી ઓને પૂછતા  અધિકારી ઓ દ્રારા એવું જણાવવામાં આવ્યું કે હમો સુપર હાઇવે ઓથોરિટીમાંથી આવ્યાં છે અને હાઇવેનો સરવે ચાલી રહ્યો છે.

આમ જણાવતા ત્યાંના લોકો વિફર્યા હતાં ત્યાર બાદ દેગામ ગામના રહીશ પંકજ પટેલે ચીખલી પોલીસ અધિકારી ડી.કે.પટેલ ને ફોન પણ કર્યો હતો પરંતુ ડી.કે . પટેલે આ મામલો ગંભીરતાથી નહીં લેતાં અનેક ચર્ચાઓ ઉઠવા લાગી છે તેમજ સ્થળ ઉપર તપાસ કરવાનું  પણ યોગ્ય નહીં સમજ્યું હતું ત્યાંરે  ચીખલી પોલીસની નિષ્ક્રિયથી લોકોમાં આક્રોશ જોવાપણ મણીરહ્યો છે ત્યારે આવતી કાલે   તા – 11 મીના રોજ 11.30 કલાકે ભીલીસ્થાન ટાઈગર સેના જિલ્લા પ્રમુખ પંકજ પટેલની આગેવાનીમાં સુપર હાઇવે એક્સપ્રેસ સરવે બાબતે આદિવાસી કાર્યો કરો સાથે ચીખલીમાં મામલતદાર ને આવેદનપત્ર આપશે.

રિપોર્ટર : દિપક સોલંકી, CN24NEWS, ચીખલી, નવસારી

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments