ચીખલી તાલુકામા આવેલ સોલધરા ગામે ગામના રહીસ શૈલેષ પટેલે સ્વખર્ચે ગામલોકો માટે પોસ્ટઓફિસ બનાવડાવી

0
92
નવસારી જિલ્લાના ચીખલી તાલુકામા આવેલું  સોલધરા ગામે આશરે 25 વર્ષથી ગામની મુખ્ય શાળાના કેમ્પસમાં જર્જરિત કેન્દ્રસરકારની પોસ્ટઓફિસ કાર્યરત હોઈ મકાન જર્જરિત બનતા બિનઉપયોગી પોસ્ટઓફિસ સરકારે  નહીં  બનાવતા ગામના રહીસ શૈલેષ પટેલે માનવતા મ્હેકાવતા સ્વખર્ચે ગામલોકો માટે નવા મકાનની  પોસ્ટઓફિસ ની સુવિધા માટે 2.50 લાખના ખર્ચે નવા મકાનની સુવિધા ઉભી કરી ને ગામલોકો માટે પોસ્ટઓફિસ ખુલ્લી મૂકી
ચીખલી તાલુકાના સોલંધરા ગામે આશરે વસ્તી 3600 થી વધુ લોકો વસવાટ કરે છે ગામલોકોના માટે ટપાલની સુવિધા માટે 25 એક વર્ષથી ગામની પ્રાથમિક શાળા કેમ્પસમાં મકાનમાં પોસ્ટઓફિસ કાર્યરત હોય છે મકાન જર્જરિત બનતા બિનઉપયોગી થયું હતું તે દરમિયાન પોસ્ટઓફિસ માટે નવા મકાનની જરૂરિયાત હોય છે અને મકાનના અભાવે કર્મચારીઓ અને કામકાજ અર્થે આવતા લોકોને મુશ્કેલી પડી રહી હતી નવા મકાન માટે સરકારી ગ્રાંટની રાહ જોયા વિના ગામના રહીસ અને સેવાભાવી  સાથે સમરોલી બેઠક પરથી જિલ્લા પંચાયના સભ્યં શૈલેષ ઉકાભાઈ પટેલે પોસ્ટઓફિસ ના મકાન બનાવવા માટે જહેમત ઉઠાવી લીધી હતી અને કોઈની પણ મદદ વિના કુંભરવાડમાં  2.50 લાખના સ્વખર્ચે નવા મકાનનું નિર્માણ કરીને અખાત્રીજથી નવા મકાનમાં  કચેરીનું કામકાજ શરૂ કરાવી દીધું છે.
રિપોર્ટર : દિપક સોલંકી, CN24NEWS, ચીખલી નવસારી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here