ચીનની વધી રહેલી દખલગીરીને પછાડવા ભારતનો આ મોટો એક્શન પ્લાન

0
27

હિંદ મહાસાગરમાં ભારતે સૈન્ય તાકાતને મજબૂત કરવા એક્શન પ્લાન તૈયાર કર્યો છે. હિંદ મહાસાગરમા ચીનની દખલગીરી સતત વધી રહી છે. જેથી ચીન પર બાજ નજર રાખવા ભારતે 5 હજાર 650 કરોડની ઈન્ફ્રાસ્ટ્રકચર યોજનાને મંજૂરી આપી છે. આ યોજના હેઠળ આગામી 10 વર્ષમાં આંદામાન નિકોબારમાં મિલિટરી ઈન્ફ્રાસ્ટ્રકચરનો વિકાસ કરવામાં આવશે.

નવી યોજનાથી ભારતીય સેના યુદ્ધપોત, વિમાન, ડ્રોન, મિસાઈલ બેટરી અને સૈનિકોને તૈનાત કરશે. મહત્વપૂર્ણ છે કે, છેલ્લા ઘણા સમયથી ઉચ્ચ સ્તરીય બેઠકના દોર બાદ સરકારે આંદામાન નિકોબારના વિકાસ માટે યોજના બનાવી છે.

આંદામાનમાં નેવી બેઝ બનતાની સાથે મલક્કાથી હિંદ મહાસાગરની તમામ ગતિવિધિ પર ભારતીય સેનાની નજર રહેશે. ચીન શ્રીલંકાથી પાકિસ્તાન સુધી કોમર્શિયલ પોર્ટસનું નેટવર્ક બનાવી રહ્યુ છે. તેના જવાબમાં ભારત ચીન પર નજર રાખવા રણનીતિ બનાવી રહ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here