ચીનમાં રીતિક રોશનની ‘કાબિલ’ને નબળો પ્રતિસાદ, પહેલાં દિવસે 4.29 કરોડની કમાણી

0
31

મુંબઈઃ બોલિવૂડ એક્ટર રીતિક રોશનની 12 જુલાઈએ ફિલ્મ ‘સુપર 30’ ભારતમાં રિલીઝ થવાની છે. રીતિકની બે વર્ષ બાદ ફિલ્મ રિલીઝ થશે. રીતિકની છેલ્લે રિલીઝ થયેલી ફિલ્મ ‘કાબિલ’ હતી. જે 2017માં 26 જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી. આ ફિલ્મે ભારતમાં 103.84 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મ હવે, ચીનમાં પાંચ જૂને રિલીઝ થઈ છે. ચીનમાં આ ફિલ્મને પહેલાં દિવસે નબળો પ્રતિસાદ મળ્યો છે.

માત્ર ચાર કરોડની કમાણી
રીતિક રોશન તથા યામી ગૌતમે ચીનમાં જઈને ‘કાબિલ’નું પ્રમોશન કર્યું હતું. હાલમાં જ ચીનમાં આયુષ્માનની ‘અંધાધૂન’ તથા સ્વ. શ્રીદેવીની ‘મોમ’ રિલીઝ થઈ હતી. જોકે, આ બંને ફિલ્મની તુલનામાં ‘કાબિલ’ને ઘણો જ મોડો પ્રતિસાદ સાંપડ્યો છે. આ ફિલ્મે પહેલાં દિવસે માત્ર 4.29 કરોડની કમાણી કરી છે.

‘અંધાધૂન’એ 330 કરોડની કમાણી કરી
‘અંધાધૂન’એ પહેલાં દિવસે 7.33 કરોડ તો ‘મોમ’એ 11.47 કરોડની કમાણી કરી હતી. ‘અંધાધૂન’એ ચીનમાં 330 કરોડની કમાણી કરી હતી. ‘મોમ’એ અત્યાર સુધીમાં 110 કરોડની કમાણી કરી છે અને હજી પણ આ ફિલ્મ ચીનમાં ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here