ચીને આર્મીમાં 50 ટકા સૈનિકો ઘટાડ્યા, વાયુસેના-નેવીમાં 20 લાખ જવાનો જોડશે

0
22

બીજિંગઃ વિશ્વની સૌથી મોટી સેનાવાળા ચીને આર્મીમાં 50 ટકા સુધીનો ઘટાડો કર્યો છે. 20 લાખથી વધુ સૈનિકો નેવી અને એરફોર્સમાં વધાર્યા છે. હોંગકોંગના રિપોર્ટ અનુસાર, પ્રેસિડન્ટ શી જિનપિંગ પોતાના સૈન્યને આધુનિક બનાવવા પર ભાર મુકી રહ્યા છે. વાયુસેના અને નૌકાદળમાં હથિયારોની ખરીદી અને આધુનિકરણ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

છેલ્લાં 5 વર્ષમાં નેવીમાં સૌથી વધુ ખર્ચ

PLA વિશ્વનું સૌથી મોટું સૈન્ય

રિપોર્ટ અનુસાર, પીએલએના અધિકારીઓના કામમાં પણ 30 ટકા સુધીનો ઘટાડો કરી દેવામાં આવ્યો છે. ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગના સુધારાના નામ પર છેલ્લાં 5 વર્ષમાં પીએલએમાંથી 3 લાખ સૈનિકોનો ઘટાડો કરવામાં આવ્યો હોવા છતાં પીએલએ વિશ્વની સૌથી મોટી આર્મી રહેશે.

ચીનની આર્મીમાં 5 સ્વતંત્ર શાખાઓ છે. જેમાં આર્મી, નેવી, એરફોર્સ, રોકેટ ફોર્સ, સ્ટ્રેટેજિક સપોર્ટ ફોર્સ અને સ્ટ્રેટેજિક એન્ડ ટેક્ટિકલ મિસાઇલ ઓપરેટર સામેલ છે. શી જિનપિંગે સ્ટ્રેટેજિક સપોર્ટ ફોર્સ અને ટેક્ટિકલ મિસાઇલ ઓપરેટરનું ગઠન બે વર્ષ પહેલાં જ કર્યુ છે.

ચીને છેલ્લાં 5 વર્ષોમાં નેવી પર ઘણો ખર્ચો કર્યો છે. નેવીમાં એક એરક્રાફ્ટ કેરિયર પણ સામેલ કર્યુ છે. બીજું ટ્રાયલ પર છે અને ત્રીજું બની રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચીન 6 એરક્રાફ્ટ કેરિયરને નેવીમાં સામેલ કરી શકે છે. રોકેટ ફોર્સ અને સ્ટ્રેટેજિક સપોર્ટ ફોર્સ મિસાઇલ તૈયાર કરવામાં કાર્યરત છે.

સમયની સાથે બદલાવ જરૂરીઃ એક્સપર્ટ્સ

શાંઘાઇના સૈન્ય નિષ્ણાત ની લેક્સિયંગે કહ્યું કે, આ ફેરફાર સમયની સાથે જરૂરી છે. નેવી, એરફોર્સ અને મિસાઇલ ફોર્સ ચીન માટે યુદ્ધના સમયે સૌથી મોટી તાકાત બનીને સામે આવશે. હવે જે પણ આધુનિક યુદ્ધ થશે તે હવા, અંતરિક્ષ અને સાઇબર જેવા ક્ષેત્રોમાં જ લડવામાં આવશે.

પીએલએની સ્થાપના 1927માં રેડ આર્મી ઓફ ચાઇના તરીકે કરવામાં આવી હતી. આ આર્મિી 1949ના ગૃહ યુદ્ધમાં ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીની જીતનો માર્ગ હતી. પીએલએની પાસે 1949 સુધી કોઇ નૈકાદળ અથવા વાયુ સેના નહતી.

1966માં રોકેટ ફોર્સની સ્થાપના કરવામાં આવી, જે પહેલાં ધ સેકન્ડ આર્ટિલરી કોર્પ્સ તરીકે ઓળખવામાં આવતી હતી. 2013માં પીએલએની પાસે કુલ 23 લાખ સૈનિકો હતા. જેમાં નોકાદળની પાસે 2,35,00 અને વાયુસેનાની પાસે 3,98,000 સૈનિક હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here