Monday, December 5, 2022
Homeદેશચીને લદ્દાખ સરહદે સૈનિકો અને યુદ્ધ હથિયારો વધાર્યા

ચીને લદ્દાખ સરહદે સૈનિકો અને યુદ્ધ હથિયારો વધાર્યા

- Advertisement -

ભારતીય સૈન્ય વડા જનરલ મનોજ પાંડેએ 12મી નવેમ્બરના રોજ જાહેરમાં સ્પષ્ટતા કરી દીધી હતી કે ચીન એલએસીની સાથે સાથે પોતાના ઢાંચાનો પણ વિકાસ કરી રહ્યું છે. લદ્દાખમાં કબજા વાળા અક્સાઇ ચીનમાં ચીની સૈનિકોની સંખ્યામાં કોઇ ખાસ ઘટાડો નથી થયો. મીડિયા રિપોર્ટ મુજબ ભારતીય સૈન્યના અધિકારીઓએ જણાવ્યું છે કે શિયાળાનો સમય શરૂ થઇ ગયો હોવાથી ચીની સૈન્યની અવર જવર વધવાની શક્યતાઓને પગલે સૈન્યને એલર્ટ કરી દેવાયું છે.

દરમિયાન ચીન સરહદે ભારતીય સૈન્યને વધુ મજબુત બનાવવામાં આવી રહ્યું છે. હાલ આગામી કેટલાક વર્ષોમાં ઇન્ડિયન એરફોર્સ દ્વારા ચીન સરહદે આશરે 10 હજાર કરોડ રૂપિયાના રડારને ફીટ કરવામાં આવી શકે છે. ચીનના એરફોર્સ પર નજર રાખવામાં આ રડારનો ઉપયોગ કરવામાં આવશે. ખાસ કરીને લદ્દાખ સેક્ટરમાં આ રડારને લગાવવામાં આવશે. જેમાં ચીની વિમાન, એરક્રાફ્ટ કે હેલિકોપ્ટર અને ડ્રોન વગેરે પર પણ નજર રાખી શકાશે.

સંરક્ષણ મંત્રાલય આ રડારની ખરીદી માટેના એર ફોર્સના પ્રસ્તાવને આગળ વધારી રહી છે. જેમાં 10,000 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનું અનુમાન છે. આ પ્રસ્તાવને મંજૂરી આપવાની કામગીરી આગળ વધી રહી છે. એવા અહેવાલો છે કે ગુજરાત, પંજાબ અને રાજસ્થાન તેમજ જમ્મુ કાશ્મીર જેવા વિસ્તારોમાં સરહદે હાલ જે રડારનો ઉપયોગ કરવામાં આવે છે તેનું પરીણામ સારુ મળી રહ્યું છે પણ પહાડી વિસ્તારો હોય તેવી સરહદોએ વધુ સારા રડારની જરૂર પડી રહી છે. તેથી હવે જે રડાર ખરીદવામાં આવશે તેમાં અરુણાચલ, લદ્દાખ જેવા પહાડી વિસ્તારોને ધ્યાનમાં રાખીને કરાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular