ચીને સ્વીકાર્યુ : મુંબઇ હુમલો વિશ્વના સૌથી ખતરનાક આતંકી હુમલામાંથી એક

0
0

બીજિંગઃ ચીને 2008માં થયેલા મુંબઇ આતંકવાદી હુમલાને સૌથી ખતરનાક હુમલામાંથી એક ગણાવ્યો છે. લશ્કર-એ-તૌયબાએ મુંબઇમાં તાજ હોટલ સહિત અનેક સ્થળોએ હુમલો થયો હતો, જેમાં 166 લોકોનાં મોત થયા હતા. ચીને શિયાનજિયાંગ પ્રાંતમાં મુસ્લિમો વિરૂદ્ધ કરવામાં આવેલી કાર્યવાહીને લઇને બહાર પાડવામાં આવેલા શ્વેત પત્રમાં કહ્યું હતું કે, છેલ્લાં થોડાં વર્ષોમાં આતંકવાદ અને અતિવાદના વૈશ્વિક સ્તરે ફેલાવાથી માનવ સભ્યતા પર ખાસ અસર પડી છે.

આતંકવાદ શાંતિ માટે જોખમ
આતંકવાદ અને અતિવાદ વિરૂદ્ધ લડાઇ ઉપતાં શિયાનજિયાંગમાં માનવાધિકારોના સંરક્ષણ નામથી પ્રકાશિત આ પત્રને એ સમયે જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશી ચીનની યાત્રા પર છે. પત્ર અનુસાર, આતંકવાદને વિશ્વમાં શાંતિ અને વિકાસ માટે જોખમ ઉભું થયું છે. આતંકવાદથી લોકોને જીવન અને સંપત્તિને નુકસાન પહોંચ્યું છે.
શ્વેત પત્રમાં ચીને આતંકવાદની સમસ્યાઓને એવા સમયે ઉઠાવી છે જ્યારે થોડાં દિવસ પહેલાં જ ચીને UNSC (યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ)માં જૈશ ચીફ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી ગણાવવાના પ્રસ્તાવ પર ટેક્નિકલ હોલ્ડ લગાવી દીધો હતો. ચીને આ પગલાંને ભારતને નિરાશાજનક ગણાવ્યું હતું.
શ્વેત પત્ર અનુસાર, ચીને દરેક પ્રકારે આતંકવાદનો વિરોધ થયો છે. સાથે જ આતંકવાદ વિરૂદ્ધ લડાઇમાં બેવડી નીતિ અપનાવનારનો વિરોધ પણ કરવામાં આવ્યો છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે, બીજિંગ આતંકવાદને કોઇ ખાસ દેશ, સંપ્રદાય અથવા ધર્મની સાથે જોડીને નથી જોતું. આતંકવાદને જડથી ખતમ કરવા માટે ગરીબી ખતમ કરવું જરૂરી છે, જેથી આનાથી જોડાયેલા લોકોને કોઇ કમજોર કડી ન મળી શકે.
14 ફેબ્રુઆરીના રોજ કાશ્મીરમાં પુલવામામાં CRPFના કાફાલ પર આતંકી હુમલો થયો હતો, જેમાં 44 જવાન શહીદ થયા હતા. જૈશ-એ-મોહમ્મદ હુમલાની જવાબદારી લીધી હતી. આ હુમલા બાદ ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવ વધ્યો છે. 26 ફેબ્રુઆરીના રોજ ભારતીય એરફોર્સે વિમાનોએ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકી જૂથો પર કાર્યવાહી કરી હતી.
મુંબઇ આતંકી હુમલામાં 9 આતંકી પોલીસના હાથે માર્યા ગયા હતા, જ્યારે એક આતંકી અજમલ કસાબ જીવિત પકડાવ્યો હતો. બાદમાં કસાબને ફાંસીની સજા આપી હતી. મુંબઇ હુમલાનો મુખ્ય આરોપી અને જમાત ઉદ દાવાનો ચીફ હાફિઝ સઇદ પાકમાં ખુલ્લેઆમ ફરી રહ્યો છે. અમેરિકાએ સઇદના અંગે સુચના આપવા માટે એક કરોડ ડોલરના ઇનામની ઘોષણા કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here