Thursday, August 5, 2021
No menu items!
Homeચીન ના યાંચેંગ શહેર ના કેમિકલ પ્લાન્ટ માં વિસ્ફોટ, 44ના મોત, 32...
Array

ચીન ના યાંચેંગ શહેર ના કેમિકલ પ્લાન્ટ માં વિસ્ફોટ, 44ના મોત, 32 ઘાયલ

ચીનના યાંચેંગ શહેરમાં આવેલા કેમિકલ પ્લાન્ટમાં વિસ્ફોટ થવાના કારણે 44 જેટલા લોકોના મોત અને 32 લોકો ઘાયલ થયા છે. જેમાથી અનેક લોકો એવા છે જેમની હાલત અતિ ગંભીર છે. જ્યારે વિસ્ફોટ બાદ 12થી વધુ લોકોને બચાવી લેવામાં સફળતા મળી છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ગુરૂવારે થયેલા બ્લાસ્ટ બાદ અફરા-તફરી મચી હતી. બ્લાસ્ટના કારણે પ્લાન્ટની ઈમારત ધરાશાયી થઈ હતી.

વિસ્ફોટની ઘટનાને નજરે જોનારાએ જણાવ્યુ હતુ કે, બ્લાસ્ટ બાદ અનેક કર્મચારીઓ પ્લાન્ટની બહાર ભાગતા નજરે પડ્યા હતા. મહત્વપૂર્ણ છે કે, આ પહેલા જુલાઈ, 2018માં શિહુઆન પ્રોર્વિસ કેમિકલ પ્લાન્ટમાં બ્લાસ્ટ થયો હતો. જેમા 19 જેટલા લોકોના મોત અને 12 લોકો ઘાયલ થયા હતા. 2015માં પણ ટિયાનજિન શહેરન કેમિકલ પ્લાન્ટમાં બ્લાસ્ટ થયો હતો. જેમા 165 લોકોના મોત થયા હતા.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments