Tuesday, December 7, 2021
Homeચીન પર બાજ નજર રાખવા ભારત આજે આંદામાનમાં ત્રીજું નેવી બેઝ ખોલશે
Array

ચીન પર બાજ નજર રાખવા ભારત આજે આંદામાનમાં ત્રીજું નેવી બેઝ ખોલશે

ઇન્ટરનેશનલ ડેસ્કઃ ચીનની સતત મજબૂત થઇ રહેલી નૌસેના અને તેના હિંદ મહાસાગરમાં વધતા હસ્તક્ષેપથી ભારતની ચિંતામાં વધારો થયો છે. ચીન નૌસેનાની હરકતો પર નજર રાખવા માટે ભારતે બુધવારે હિન્દ મહાસાગરમાં પોતાનું ત્રીજું નેવી બેઝ ખોલવા જઇ રહ્યું છે. વ્યૂહાત્મક વલણથી અત્યંત મહત્વપૂર્ણ આ નેવી બેઝ આંદામાન-નિકોબાર આઇલેન્ડની રાજધાની પોર્ટ બ્લેયરથી અંદાજિત 300 કિલોમીટર દૂર ઉત્તરમાં સ્થિત એક રાજકીય મહત્વ ધરાવતા આઇલેન્ડ પર ખોલવામાં આવશે.

2014થી જ ભારત આ સ્થિતિ સામે ઝઝૂમી રહ્યું છે

ડમિરલ સુનીલ લાંબા ઉદ્ઘાટન કરશે
  • સૈન્ય નિષ્ણાતો અનુસાર, આ આઇલેન્ડથી ભારત મલક્કા જળસંધિથી થઇને હિન્દ મહાસાગરમાં પહોંચનારી ચીની સબમરિન અને જહાજો પર નજર રાખવાનું કામ કરી શકશે. ભારતીય નૌકાદળના પ્રવક્તા કેપ્ટન ડીકે શર્મા અનુસાર, નૌકાદળ પ્રમુખ એડમિરલ સુનીલ લાંબા આ નવા નેવી બેઝ આઇએનએસ કોહાસાનું ઉદ્ઘાટન કરશે.
  • ભારતના ઉચ્ચ નેતૃત્વની ચિંતા પોતાના પાડોશમાં ચીને શ્રીલંકા, પાકિસ્તાનમાં બનાવવામાં આવેલા વ્યાવસાયિક પોર્ટને લઇને છે, જેના ઉપર ચીન ગમે તે સમયે સતત વધતી જતી નૌસેનાને ગોઠવી શકે છે. તેના કારણે ચીન ભારતને ડ્યુઅલ મોરચા પર ઘેરવામાં સફળ થઇ શકે છે.
  • વર્ષ 2014થી જ ભારત આ સ્થિતિ સામે ઝઝૂમી રહ્યું છે, જ્યારે ચીનની સબમરિન શ્રીલંકાના કોલંબા પોર્ટ પર ઉભી હતી. મોદી સરકારે તત્કાળ શ્રીલંકન અધિકારીઓની સામે આ મુદ્દો ઉઠાવીને ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારબાદથી ભારતીય નૌકાદળે ચીનના પડકારોનો જવાબ આપવા માટે સતત આંદામાન પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યુ છે, જે નજીકમાં આવેલા મલેશિયન મરિન વિસ્તાની મલક્કા જળસંધિ પર નજર રાખવા માટે અત્યંત ઉપયોગી છે. વર્ષ 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુરશી સંભળતા જ મજબૂત નીતિ હેઠળ અહીં નૌકાદળના જહાજો અને એરક્રાફ્ટોને ગોઠવ્યા છે.
ચીનની કૂટનીતિને કાઉન્ટર કરવાના પ્રયત્નો

ચીનની હાજરી સતત વધી રહી છે. જો આપણે ખરેખર ચીનની હાજરી પર નજર રાખવાની છે તો આપણે આંદામાન દ્વિપમાં પર્યાપ્ત તૈયારી કરવાની જરૂર છે. જો તમારી પાસે એર બેઝ છે તો તમે મોટાં વિસ્તારોને કવર કરી શકશે. આશા છે કે, આગામી ચરણમાં નૌકાદળ અહીં વધુ જહાજોને સ્થાયી રીતે ગોઠવશે. – અનિલ જય સિંહ, પૂર્વ નેવી કમોડોર

ભારત આ ક્ષેત્રમાં ચીનની વિસ્તારવાદી કૂટનીતિને કાઉન્ટર કરવાની કોશિશ કરી રહ્યું છે. હકીકતમાં, ચીન ક્ષેત્રમાં પોતાનો પ્રભાવ વધારવાની આક્રમક નીતિ પર ચાલી રહ્યું છે. આ અઠવાડિયે, ભારતના રક્ષા ઓફિસરોની માલદીવની રક્ષા મંત્રી મારિયા અહમદ દીદી સાથે વાતચીત થવાની છે. માલદીવમાં ગત વર્ષે ચૂંટણીમાં ચીન-સમર્થક સરકારની વિદાય બાદ નવી દિલ્હી રાજકીય રીતે મહત્વના આ નાના દ્વિપક્ષીય દેશોથી સંબંધોને ફરીથી મજબૂત કરવાની કોશિશમાં છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments