ચીન માં શ્રીદેવીની ફિલ્મ ‘મોમ’ રિલીઝ થશે

0
47

બોલિવૂડ ડેસ્ક: ચીનમાં બોલિવૂડ સુપરસ્ટાર શ્રીદેવીની ફિલ્મ ‘મોમ’ રિલીઝ થશે. દુનિયાભરમાં ‘મધર્સ ડે’ મે મહિનાના બીજા રવિવારના રોજ મનાવવામાં આવે છે. જોવાની વાત એ છે કે આ ફિલ્મ પણ ચીનમાં ‘મધર્સ ડે’ની નજીકમાં જ રિલીઝ થવાની છે.પહેલાં આ ફિલ્મ માટે 22 માર્ચ ડેટ નક્કી કરવામાં આવી હતી જે બદલીને 10 મે કરાઈ છે. ભારતમાં આ ફિલ્મને ઘણા લોકોએ વખાણી હતી અને દુનિયાભરમાં 65 કરોડની કમાણી કરી હતી.

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ફિલ્મ ‘મોમ’નું ચાઈનીઝ પોસ્ટર ટ્વિટર પર શેર કર્યું છે. ઝી સ્ટુડિયોઝ ઈન્ટરનેશનલની હેડ વિભા ચોપરાએ કહ્યું કે ચીનમાં ‘મોમ’ ફિલ્મને સ્પેશ્યલ ડેટ મળી છે. 10 મે ના રોજ રિલીઝ થનારી આ ફિલ્મ દરેક મા ને અર્પણ છે.

રવિ ઉદયાવરે ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં શ્રીદેવીએ માતાનો રોલ પ્લે કર્યો હતો.આ ફિલ્મમાં શ્રીદેવી તેની સાવકી દીકરી માટે જે બદલો લે છે તેને રસપ્રદ રીતે આવરી લેવાઈ છે. પાકિસ્તાની એક્ટ્રેસ સજલ અલીએ સાવકી દીકરીની ભૂમિકા ભજવી છે.

આની પહેલાં પણ ‘મોમ’ પોલેન્ડ, રશિયા, યુકે, યુએસ અને સિંગાપોર સહિત બીજા 40 દેશોમાં રિલીઝ થઇ ચૂકી હતી. ‘ઈંગ્લિશ-વિંગ્લિશ’ ફિલ્મનાં પાંચ વર્ષ બાદ શ્રીદેવીએ પાવરફુલ પરફોર્મન્સ સાથે 2017માં ‘મોમ’ ફિલ્મમાં કમબેક કર્યું હતું. ગયા વર્ષે આવેલી ‘ઝીરો’ ફિલ્મમાં તેમનો કેમિયો રોલ પણ હતો. 24,ફેબ્રુઆરી,2018ના રોજ દુબઈમાં તેમનું દેહાંત થયું હતું.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here